શનિવાર, 20 એપ્રિલ 2024
  1. ધર્મ
  2. હિન્દુ
  3. હિન્દુ ધર્મ વિશે
Written By
Last Updated : સોમવાર, 31 જાન્યુઆરી 2022 (21:23 IST)

Mauni Amavasya 2022 - મૌની અમાસના દિવસે કરો ઉપાય, પિતૃદોષથી મળશે મુક્તિ

1 ફેબ્રુઆરીએ  મૌની અમાસ (Mauni Amavasya 2022) ઉજવાશે. આ દિવસે પિતૃ પૂજનનુ ખાસ મહત્વ હોય છે. મૌની અમાવસ્યાના દિવસે સ્નાન, દાન અને પુણ્ય કરવુ ખૂબ શુભ માનવામાં આવે છે.
માન્યતા છે કે આ દિવસે તલ કે તેનાથી બનેલી વસ્તુઓનુ દાન કરવાથી ભગવાન વિષ્ણુનો આશીર્વાદ મળે છે. મૌની અમાવસ્યા પર પિતરો માટે બધા કામ મૌન રહીને 
 
કરવામાં આવે છે. આ દિવસે કેટલાક ખાસ ઉપાયોથી પિતૃદોષ પણ શાંત કરી શકાય છે.
 
 મૌની અમાસના દિવસે આ રીતે કરો
પિતૃ પૂજન
પિતૃ દોષથી મુક્તિ મેળવવા માટે આ દિવસે પિતરોનુ ધ્યાન કરતા સૂર્યદેવને જળ અર્પિત કરો.
પિતૃ દોષ નિવારણ માટે લોટામાં જળ લો અને તેમા લાલ ફુલ અને થોડા કાળા તલ નાખો. ત્યારબાદ તમારા પિતરોની શાંતિની પ્રાર્થના કરતા સૂર્યદેવને જળ અર્પિત કરો. 
 
પીપળના ઝાડ પર સફેદ રંગની કોઈ મીઠાઈ ચઢાવો અને એ ઝાડની 108 વાર પરિક્રમા કરો. મૌની અમાવસ્યાના દિવસે કોઈ ગરીબ વ્યક્તિને તલના લાડુ, તલનું તેલ, આમળા, ધાબળો અને વસ્ત્ર જેવી વસ્તુઓ જરૂર દાન કરો. આવુ કરવાથી તમને પુણ્ય મળશે.
 
વાસ્તુ મુજબ આ રીતે કરો પિતૃ દોષ નિવારણ
ઘરની દક્ષિણ દિશાની તરફ સફેદ વસ્ત્ર પર થોડ તલ મુકી દો. તેના પર પીત્તળ કે તાંબાનુ એક પિત્ર યંત્ર સ્થાપિત કરો. હવે તેના ડાબી બાજુ પિતરો માટે તલના તેલનો દીવો પ્રગટાવી દો.
જળથી ભરેલો એક સ્ટીલનો લોટો કેન્દ્રમાં મુકો. તેના પર સ્ટીલની પ્લેટ અને તેના પર તલ લાગેલી રોટલી મુકો. હવે તેનાપર તુલસીના પાન મુકો. એક સફેદ ફૂલ ચઢાવો અને ચંદનથી તિલક કરો. આ રોટલીના ચાર ભાગ કરી એક ટુકડો કૂતરાને ખવડાવો.
બીજો ટુકડો ગાયને ખવડાવો, ત્રીજો ટુકડો કાગડાને ખવડાવો અને ચોથો ટુકડો પીપળાના ઝાડ નીચે મુકો.
ધ્યાન રાખો કે આ બધુ કામ તમારે મૌન રહીને જ કરવાનુ છે.
* મંત્રોચ્ચાર, સિધ્ધિ સાધના ઉપરાંત દાન કરવા અને મૌન વ્રત કરવાથી ભગવાનનો આશીર્વાદ અને આશીર્વાદ મળે છે.
* જે લોકોનો ચંદ્ર નબળો છે, જો તેઓ ગાયને દહીં અને ભાત ખવડાવે તો તેમને માનસિક શાંતિ મળશે.
* જેમને ઘરે સ્નાન કર્યા પછી ધાર્મિક વિધિ કરવી હોય, તેઓએ પાણીમાં થોડી ગંગાજળ મિલાવી અને યાત્રાધામોને બોલાવી સ્નાન કરવું જોઈએ.
*  મૌની અમાસના દિવસે જપ, ધ્યાન અને પૂજા કરવાથી માઘી અમાવસ્યા વિશેષ લાભ આપે છે.