શુક્રવાર, 29 માર્ચ 2024
  1. ધર્મ
  2. હિન્દુ
  3. શ્રાદ્ધ પક્ષ
Written By
Last Updated : ગુરુવાર, 15 સપ્ટેમ્બર 2016 (13:02 IST)

શ્રાદ્ધ પક્ષ - જેમના પુત્ર નથી શુ તેઓ પ્રેત બનીને ભટકતા રહે છે ?

શાસ્ત્રોમાં કહેવામાં આવ્યુ છે કે પુત્રના હાથથી કરવામાં આવેલ પિંડદાન પિતરોને પ્રાપ્ત થાય છે. જેમનુ શ્રાદ્ધ અને પિંડદાન નથી થતુ તેમને મુક્તિ નથી મળતી. આવા વ્યક્તિ અનેક વર્ષો સુધી પ્રેત બનીને ભટકતા રહે છે. આ સંદર્ભમાં એક વૈશ્યની કથા ગરુડ પુરાણમાં બતાવવામાં આવી છે. 
 
એક વૈશ્ય હતો જેને કોઈ સંતાન નહોતો. તેણે પોતાના જીવનકાળમાં ખૂબ દાન પુણ્ય કર્યા પણ મૃત્યુ પછી શ્રાદ્ધ અને પિંડદાન ન મળવાને કારણે તે પ્રેત બની ગયો. તેથી શાસ્ત્રમાં કહે છે કે મૃત્યુ બાદ દરેક વ્યક્તિનુ પિંડદાન અને શ્રાદ્ધ કરવુ જોઈએ. 
 
શાસ્ત્રોમાં એ પણ કહેવામાં આવ્યુ છે કે જેમને પુત્ર નથી તેમની પુત્રી પણ પોતાના પિતાનું પિંડદાન કરી શકે છે. પણ પુત્ર હોય તો પુત્ર દ્વારા જ પિતાનું પિંડદાન કરવુ જોઈએ. તેથી એ જરૂરી નથી કે વ્યક્તિ મુક્તિ માટે પુત્રની જ કામના કરે. પુત્રી પણ પોતાના માતાપિતાને મુક્તિ અપાવી શકે છે.  
 
 
જેમને કોઈ સંતાન ન હોય તેમને મુક્તિ કેવી રીતે મળે ? 
 
 
જેમને કોઈ સંતાન ન હોય તેમની મુક્તિ કેવી હશે એ વિષયમાં વશિષ્ઠ સ્મૃતિમાં કહેવામાં આવ્યુ છે કે પત્ની ઈચ્છે તો પતિનુ શ્રાદ્ધ કરી શકે છે.  સગા ભાઈઓને પણ શ્રાદ્ધ કરવાનો અધિકાર પ્રાપ્ત થાય છે.  
 
તેમના દ્વારા કરવામાં આવેલ શ્રાદ્ધ મૃતકને પ્રાપ્ત થાય છે. જો સગા ભાઈઓમાંથી કોઈને પુત્ર સંતાન હોય તો તે શ્રાદ્ધ કરી શકે છે.  
 
તેમના દ્વારા કરવામાં આવેલ શ્રાદ્ધ પોતાના પુત્રો દ્વારા કરવામાં આવેલ શ્રાદ્ધ જેટલુ જ ફળદાયી હોય છે. આ ઉપરાંત જમાઈ અને નાતિન પણ શ્રાદ્ધ કરવાનો અધિકાર પ્રાપ્ત છે.  
 
આવી વ્યક્તિઓનુ શ્રાદ્ધ નથી કરવામાં આવતુ 
 
તર્પણ કરતી વખતે અંગૂઠાથી જ પિંડ પર જલાંજલિ સમર્પિત કરવી જોઈએ. એવી માન્યતા છે કે અંગૂઠાથી કરવામાં આવેલી જલાંજલિ પિતરો સુધી પહોંચે છે. 
 
બાળકો અને સંન્યાસીઓ માટે પિંડદાન નથી કરવામાં આવતુ. અર્થાત શ્રાદ્ધ તેમનુ જ થાય છે જેમને હું અને મારા ની આસક્તિ હોય છે. 
 
શ્રાદ્ધ સંપન્ના થયા પછી કાગડા ગાય કૂતરા કીડી અને ભિખારીને પણ યથા નિયમ ભોજન વિતરિત કરવુ જોઈએ. પિતૃ પક્ષમાં પોતાના પિતરોના નિમિત્ત જો પોતાની શક્તિ સામર્થ્ય મુજબ શાસ્ર વિધિથી શ્રદ્ધાપૂર્વક શ્રાદ્ધ કરે છે તેમના બધા મનોરથ પુર્ણ થાય છે. અને ઘર પરિવાર વ્યવસાય અને આજીવિકામાં કાયમ ઉન્નતિ થાય છે.