શુક્રવાર, 29 માર્ચ 2024
  1. ધર્મ
  2. હિન્દુ
  3. શ્રાદ્ધ પક્ષ
Written By
Last Updated : શુક્રવાર, 16 સપ્ટેમ્બર 2016 (13:44 IST)

પિતરોને ખુશ કરવા છે તો રોજ 12 વાગ્યે કરો આ કામ

શાસ્ત્રો મુજબ પિતૃઋણના દેવઋણથી પણ વધુ મહત્વ છે. કહેવાય છેકે આ દિવસો પિતર પૃથ્વી પર વિચરણ કરે છે. જે વ્યક્તિ તેમનુ તર્પણ દાનપુણ્ય કરીને તેમની ભાવનાઓને તુપ્ત રાખે છે તેમનાથી તેઓ પ્રસન્ન થઈને જાય છે. તે કુળમાં ખુશીયો કાયમ રહે છે. 
 
જો કોઈ કારણવશ આ બધુ ન થઈ શકે તો એ તિથિના દિવસે કોઈ ગાયને જ બપોરે બાર વાગ્યે ચારો ખવડાવી દો. જો આવુ પણ ન બની શકે તો સૂર્યદેવતાના સમક્ષ હાથ જોડીને પોતાના પૂર્વજોને યાદ કરો. આવી વ્યવસ્થા ન હોય તો આ કર્મને વિલુપ્ત થવાથી બચાવવાનો વિકલ્પ પણ છે. 
 
જો સંતાન જુદા જુદા રહે છે તો તેઓ જુદુ જુદુ તર્પણ કરી શકે છે. પુત્ર ન હોવા પર પૌત્ર અથવા પ્રપૌત્ર પણ કરી શકે છે. પુત્રીનુ પુત્ર પણ શ્રાદ્ધ કર્મ કરી શકે છે. જો પતિ અને પુત્ર બંને ન હોય તો એ કુળની પત્ની પોતાના પતિ માટે આ કર્મ કરી શકે છે. 
 
વિવાહિત પુત્રી અથવા વિધવા પણ આ કર્મ કરી શકે છે. તર્પણ માટે સવારે સ્નાન કરીને દેવ સ્થળને ગંગા જળથી શુદ્ધ કરો. બ્રાહ્મણ પાસે તર્પણ કરાવડાવો. ગાય કૂતરો અને કાગડા માટે ભોજનના ત્રણ ગ્રાસ કાઢો. પંડિતને દાન કરો. તમારા પૂર્વજોને સન્માનથી તૃપ્ત કરો. સંબંધીઓને પણ ભોજન કરાવો. .