શુક્રવાર, 29 માર્ચ 2024
  1. ધર્મ
  2. »
  3. હિન્દુ
  4. »
  5. હિન્દુ ધર્મ વિશે
Written By વેબ દુનિયા|

કપાળ પર તિલક કેમ લગાડવામાં આવે છે ?

P.R
પૂજા અને ભક્તિનુ એક મુખ્ય અંગ છે તિલક. ભારતીય સંસ્કૃતિમાં પૂજા-અર્ચના, સંસ્કાર વિધિ, શુભ કાર્યો, યાત્રા ગમન, મંગલકાર્યની શરૂઆતમાં કપાળ પર તિલક લગાવીને તેને અક્ષત(ચોખા)થી સુશોભિત કરવામાં આવે છે.

યુપીમાં આજે પણ આરતીની સાથે આદર, સત્કાર-સ્વાગત કરવા માટે તિલક લગાવવામાં આવે છે.

તિલક કપાળ પર બંને આઈબ્રોની વચ્ચે નાસિકા(નાક)ની ઉપર પ્રારંભિક સ્થળ પર લગાવવામાં આવે છે. જે અમારા ચિંતન-મનનનું સ્થન છે. આ ચેતન-અવચેતન અવસ્થામાં પણ જાગૃત અને સક્રિય રહે છે. જેને આજ્ઞા ચક્ર પણ કહેવામાં આવે છે.

આ ચક્રના જમણી બાજુ અંજિમા નાડી અને ડાબી બાજુ વર્ણ નાડી છે.

P.R
આ બંનેના સંગમ બિંદુ પર સ્થિત ચક્રને નિર્મલ, વિવેકશેલ, ઉર્જાવાન, જાગૃત રાખવાની સાથે જ તણાવમુક્ત રાખવા માટે તિલક લગાવવામાં આવે છે.

આ બિંદુ પર જો સૌભાગ્યસૂચક દ્રવ્ય જેવુ કે કેશર, કુમકુમ વગેરેનુ તિલક લગાવવાથી સાત્વિક અને તજપૂર્ણ થઈને આત્મવિશ્વાસમાં અભૂતપૂર્વ વૃદ્ધિ થાય છે. મનમાં નિર્મલતા, શાંતિ અને સંયમમાં વધારો થાય છે.