બુધવાર, 17 એપ્રિલ 2024
  1. ધર્મ
  2. »
  3. હિન્દુ
  4. »
  5. હિન્દુ ધર્મ વિશે
Written By
Last Modified: શુક્રવાર, 23 મે 2014 (16:22 IST)

જીવનના લક્ષ્ય માટે ધન કમાવવું કેટલું જરૂરી ?

જીવનના લક્ષ્ય માટે ધન કમાવવું કેટલું જરૂરી ?

માનવ જીવનના 4 પુરૂષાર્થ ગણ્યા છે. આ ચાર છે ધર્મ, અર્થ, કામ, મોક્ષ છે. પરંતુ આ ચારનું  હેતુ શું છે? 
ધર્મનો હેતુ મોક્ષ  છે.ધર્મના અનૂકૂળ આચરણ કરવું કોના માટે ? મુક્તિ માટે. 
 
અર્થથી ધર્મ કમાવવો, ધર્મથી અર્થ નથી કમાવવાનો. પૈસા માત્ર ઇચ્છાઓની પરિપૂર્ણતા માટે જ ન કમાશો. સારા કપડા હોય મોંઘા ઘરેણા હોય દુનિયાભરના ભૌતિક સાધનો હોય આ સર્વની જીવન માટે જરૂર છે. એમા કોઈ બેમત નથી પણ જીવનનું  લક્ષ્ય એ નથી કે ફક્ત આમા જ અટવાયા રહીએ. 
 
માત્ર ઇચ્છાઓની પરિપૂર્ણતા માટે જ ધન નથી કમાવવાનું. આપણે દાન કરી શકીએ એ માટે પણ ધન કમાવવાનું છે. આપણે એ ધનને પરમાર્થના કાર્યોમાં પરમાર્થમાં તેને લગાવી શકે તેના માટે પણ કમાવવું છે. નહિતર અર્થ, અનર્થનું   કારણ બની જશે. પૈસા પરમાર્થ તરફ પણ લઈ જશો અને આથી અનર્થ પણ થઈ શકે. આથી ધર્મનું ધ્યેય મુક્તિ છે, અર્થ નહી અને અર્થનો ધ્યેય ધર્મ છે, કામ નહી. 
 
કામનો ધ્યેય જીવનને ગતિમય રાખવાનો છે. કામનો ઉદ્દેશ્ય માત્ર ઇન્દ્રિયો વ્યસ્ત રાખવાનો નથી. કામ તો એ માટે છે કે જીવન આગળ વધે. મકાન,કપડાં,ખોરાક આ બધી જીવનની જરૂરિયાતોને પૂરી કરવા માટે પૈસા કમાવવા પડે છે. એ જ રીતે જીવનની જરૂરિયાત માટે કામ જરૂરી છે જેથી જીવન ચાલતુ રહે.  વંશ પરંપરા ચાલતી રહે.