શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. ધર્મ
  2. »
  3. ઇસ્લામ
  4. »
  5. ઇસ્લામ ધર્મ વિશે
Written By વેબ દુનિયા|

ઈસ્લમમાં પણ વધુ લગ્ન માન્ય નહિ !

W.D
ઈસ્લામ ધર્મ વિશે લોકોને એવી ખોટી ધારણા છે કે તેમાં એક કરતાં વધારે લગ્નને માન્યતા છે. ઈસ્લામ ધર્મને જાણતાં લોકો અને મુસલમાન કહેવાતા લોકોને પણ પોતાના ધર્મને લઈને તેમના મનમાં આ ખોટી ધારણા છે કે ઈસ્લામ ધર્મમાં એક કરતાં વધારે લગ્નોને મંજુરી છે.

પવિત્ર ગ્રંથ કુરાનમાં જરા નજર નાંખીએ તો આપણને જાણ થશે કે સાચી વાત શું છે અને સાચે જ અત્યાર સુધી આપણે ભટકી રહ્યાં હતાં.

જ્યારે ઈસ્લામ ધર્મની શરૂઆત થઈ ત્યારે એક કરતાં વધારે લગ્નોની પ્રથા ચરમસીમા પર હતી. ઘણાં લોકોની તો 100 કરતાં પણ વધારે પત્નીઓ હતી. એટલે કે કોઈ એક બે કે દસ કરતાં પણ વધારે પત્નીઓ રાખે છે તો તેમને ખરાબ નહોતા માનવામાં આવતાં. ઈસ્લામે આ પ્રથાનો વિરોધ કર્યો અને તેની સંખ્યા નક્કી કરી.

ઈસ્લામે કહ્યું કે એક વ્યક્તિ ચાર કરતાં વધારે પત્નીઓ ન રાખી શકે. ચાર પત્નીઓ પણ વિશેષ પરિસ્થિતિમાં રાખવામાં આવશે. ઈસ્લામના આ ફરમાનમાં એક કરતાં વધારે લગ્નનું સમર્થન નથી પરંતુ તે ખાસ પરિસ્થિતિઓમાં એક કરતાં વધારે વખત લગ્ન કરવાની મંજુરી આપે છે.

કુરાન સૂર-એ-નિસામાં કહે છે કે 'અને ફક્ત એકની સાથે જ લગ્ન કરવા'. કુરાન વધારે લગ્નની જગ્યાએ એક જ લગ્નનું ફરમાન આપે છે પરંતુ આપણે તેના આ સંદેશને સાંભળ્યો જ નથી તો તેનો અમલ કેવી રીતે કરવાના!

કુરાનની સૂર-નિસામાં કહેવામાં આવ્યું છે કે- પોતાની પસંદગીની છોકરી સાથે લગ્ન કરો, લગ્ન એક, બે, ત્રણ કે ચાર કરો(વિશેષ પરિસ્થિતિમાં) પરંતુ આ ગુમાન છે કે તમે તમારી એક કરતાં વધારે પત્નીઓને સમાન અધિકાર નહિ આપી શકો તો વધારે સારૂ રહેશે કે લગ્ન એકની સાથે જ કરો.

કુરાનના આ જ સૂરહમાં કહેવામાં આવ્યું છે- અને તમે ક્યારેય પણ તમારી એક કરતાં વધારે પત્નીઓને સમાન અધિકાર નહિ આપી શકો. આનાથી સ્પષ્ટ થાય છે કે કુરાન કહે છે કે એક જ લગ્ન કરો.

કુરાનના અજવાળામાં હવે આ વાત સાબિત થઈ ગઈ છે કે ઈસ્લામ વધારે લગ્નોની તરફેણ નથી કરતો. પરંતુ તે વિશેષ પરિસ્થિતિઓની વાત કરે છે. આ આપણો અંધકાર અને અજ્ઞાન છે જે આપણને કહે છે કે ઈસ્લામમાં એક કરતાં વધારે લગ્નોની મંજુરી છે. હા ઈસ્લામમાં એક કરતાં વધારે લગ્નો પર કોઈ જ રોક નથી લગાવવામાં આવી પરંતુ આ વ્યવસ્થા પણ પરિસ્થિતિને જોતા બનાવવામાં આવી હતી. ફક્ત પોતાના શરીરસુખ માટે ઈસ્લામનું નામ લઈને એક કરતાં વધારે લગ્નો કરવા યોગ્ય નથી.