ગુરુવાર, 28 માર્ચ 2024
  1. ધર્મ
  2. »
  3. ઇસ્લામ
  4. »
  5. ઇસ્લામ ધર્મ વિશે
Written By વેબ દુનિયા|

રમઝાનમાં અલ્લાહની રહેમત વરસે છે

N.D

રમઝાન-ઉલ-મુબારકને અલ્લાહનો મહિનો કહેવામાં આવે છે. આ પવિત્ર મહિનામાં ઈબાદત કરનારને અલ્લાહ તઆલા જાતે ઈનામ આપે છે. બંદાઓ રબને રાજી કરવા માટે રાતો સુધી ઈબાદતમાં લાગેલા રહે છે અને ઈતિફાક કરનાર તેની તૈયારીમાં લાગેલા રહે છે.

રમઝાનને રહેમત અને બરકતોનો મહિનો કહેવામાં આવે છે. એટલે કે આ પવિત્ર મહિનામાં અલ્લાહની ખાસ હોય છે. બરકત કહે છે કે થોડામાં બધાનું પુરૂ થવું જોઈએ. તેથી રમઝાનમાં રોજાને લીધે અલ્લાહની રહમત વરસે છે અને સુરજ ડુબ્યા બાદ ઈફ્તાર તેમજ સહરી કે બરકતે નાઝિલ (અવતરિત) થાય છે.

આ રહેમતો અને બરકતોને મેળવવા માટે લોકો આખા રમઝાન મહિનામાં રોઝા રાખે છે. નમાઝ પણ થોડીક વધારે પાબંદીની સાથે પઢે છે. આ માહે-મુબારક એટલે કે રમઝાનની ખાસ નમાઝ તરાવીહ ખુબ જ લગનની સાથે અદા કરે છે અને સંપુર્ણ પ્રયત્ન કરે છે કે એક પણ દિવસની તરાવીહ પણ ન છુટે.

તરાવીહ હકીકતમાં રોઝાની જેમ જ મુશ્કેલ ઈબાદત છે. દિવસ દરમિયાન રોજામી થકાવટ બાદ રાત્રીના પહેલા પહોરમાં આ ખાસ નમાઝ અદા કરવામાં આવે છે. આ નમાઝમાં હાફિઝ સાહિબાન ક્રમબદ્ધ કુરાન સંભાળાવે છે. સામાન્ય દિવસોમાં થનાર ઈશાની નમાઝની સાથે આ તરાવીહ વાંચવામાં આવે છે એટલા માટે આની અંદર પણ વધારે સમય લાગે છે.

તરાવીહની આ નમાઝ એક રીતે રોઝેદારની પરીક્ષા પણ લે છે. તે એટલા માટે કે દિવસભરની થકાવટ બાદ સાંજે એક લાંબી નમાઝમાં અલ્લાહની સામે પોતાની હાજરી આપવાની હોય છે. તેમજ તેના દરબારમાં ઉભા રહીને કુરાન સાંભળવી પડે છે. પરંતુ રમઝાનમાં ઈબાદતનો સવાબ (પુણ્ય) એટલુ બધુ વધારી દેવામાં આવે છે કે બંદો ફક્ત તરાવીહની નમાઝને જ ખુશી ખુશી નથી પઢતાં પરંતુ આ નમાઝના કલાકો બાદ સહરી માટે ઉઠવાનું પણ કુબુલ કરી લે છે.

રમઝાન વિશે હજરત મોહમ્મદે ફરમાવ્યું છે કે આ મહિનો એવો છે કે આનો મોટા ભાગનો સમય અલ્લાહની રહેમત અને દરમિયાની ભાગ મગફિરત (મોક્ષ) છે અને છેલ્લો ભાગ (નર્કની) આગમાંથી છુટકારો છે. ગોયા તે રીતે રમઝાન મહિનાને દસ-દસ દિવસના ત્રણ ભાગમાં વહેંચી દિધો છે.

આ ખાસ રમઝાનના બે ભાગ પુર્ણ થઈ ગયા છે અને ત્રીજો ભાગ ચાલુ છે. આને ત્રીજો અશરો પણ કહેવામાં આવે છે. અલ્લાહના પૈગંબર હજરત મુહમ્મદે જે બતાવ્યું હતું તેના મુજબ આ ત્રીજો અશરો જહાન્નુમ એટલે કે નર્કની આગમાંથી છુટકારો મેળવવા માટેનો છે. એટલા માટે અલ્લાહના નેક બંદા આ અશરામાં પુર્ણ હિંમત અને તાકાત એકઠી કરીને ઈબાદતોમાં મશગુલમાં થઈ જાય છે.