શુક્રવાર, 29 માર્ચ 2024
  1. ધર્મ
  2. »
  3. ઇસ્લામ
  4. »
  5. ઇસ્લામ ધર્મ વિશે
Written By વેબ દુનિયા|

અલ્લાહનો આભાર માનવાનો તહેવાર

NDN.D

હાશિમ અલી "આસીફ'
રસૂલે અકરમ હજરત મોહમ્મદ હિજરત પલાયન કરીને જ્યારે મકકાથી મદીના પરત ફર્યા ત્યારે જોયું કે ત્યાંના લોકોએ બે એવા તહેવારો નક્કી કરી રાખ્યા છે કે તેઓ જાત જાતની રંગ-રેલીયા ઉજવે છે, દારૂ અને છોકરીમાં મસ્ત રહે છે, જુગાર રમે છે, મારા-મારી કરે છે. તેમની આ હાલત જોઈને મેહબૂબે ખુદાને ખુબ જ દુ:ખ પહોચ્યું.

તેમને બધા જ મુસ્લીમોને ભેગા કર્યાં અને કહ્યું કે, અલ્લાહ ત- આલાએ તમારા માટે ખુશીના આનાથી વધું સારા બે દિવસ નક્કિ કર્યાં છે. એક " ઇદુલ ફિતર 'નો દિવસ અને બીજો " ઈદુલ અદહા(બકરી ઇદ)' નો દિવસ. ઈદના આ દિવસોને ખુબીઓથી જોવા જઇએ તો બંનેને સરખો દર્જો આપવામાં આવ્યો છે, તેમજ ઇસ્લામમાં આ અજીમુશ્શાન (મહાન) દિવસો છે.

" ઇદુલ ફિતર 'નો તહેવાર ઇસ્લામીક મહિનામાં શબ્બાલ (દસમા મહિનાની) પહેલી તારીખે ઉજવવામાં આવે છે. આનાથી બિલકુલ પહેલા મહિનામાં રમજાનુલ મુબારકમાં મુસલમાન ત્રીસ દિવસ સુધી સખત પૂર્ણ ઉપવાસ (રોજા) રાખે છે. સૂર્યોદયથી સુર્યાસ્ત સુધી બિલકુલ નિર્જળ અને નિરાહાર રહે છે. પાંચ સમયની નમાજની સાથે સાથે કુરાને પાકનો પાઠ અને રાત્રે તરાવીહ (વિશેષ નમાજ) અદા કરે છે.

નેકી અને ભલાઈના કાર્યો સિવાય દાન-દક્ષિણા અને ખૈરો ખૈરાતના કાર્યો કરે છે. આ કઠણ તપથી ખુશ થઈને અલ્લાહ ત-આલા તેમને રમજાનના ઠીક ત્રીસ રોજા બાદ ઇદની ભેટ પ્રદાન કરે છે.

" ઈદુલ ફિતર ' નો શાબ્દિક અર્થ થાય છે- રિજેદારોની ખુશી. આને મીઠી ઈદ પણ કહેવાય છે કારણ કે આ દિવસે ઘરે ઘરે મીઠા સેવૈયાનો શીર ખુરમા બને છે.

અલ્લાહ ત-આલા ઈદના દિવસે પોતાના બંદાઓને જાત જાતના ઈનામ અને ઈકરામ (સમ્માન) થી માલામાલ કરે છે. માન્યાતા છે કે આ દિવસે ફરિશ્તા ગલી ખુંચીઓમાં ઉભા રહીને અવાજ લગાવે છે કે મુસલમાનો અલ્લાહની સામે સવારમાં આવી જાઓ.

તમારા ખુદા થોડી જ ઇબાદત કબુલ કરી લે છે અને સામે ઘણું બધું સવાબ (પુણ્ય) આપે છે. તમને રોજાનો હુક્મ થયો હતો અને તમે રોજા પુરા કરી લીધા. તમને નમાજનો હુક્મ થયો હતો અને તમે નમાજ અદા કરી દીધી રાતોને કિયામ પણ કરી. જાઓ તમારી ઇબાદનું ઈનામ લઈ લો.

એવું માનવામાં આવે છે કે જ્યારે લોકો ઈદની નમાજથી ફારિગ થઈ જાય છે ત્યારે એક ઘોષણા કરવામાં આવે છે, તમારા રબે તમને બક્ષી દીધા છે. તમે તમારા ઘરે જાઓ. સ્થાપિત પરંપરાને અનુસાર ઈદગાહ પગેથી ચાલીને જ જવું જોઈએ અને આખા રસ્તામાં અલ્લાહો અકબર, અલ્લાહો અકબર , લાઈલાહ ઈલ્લલ્લાહ, વલ્લાહો અકબર, વલ્લાહો અકબર, વલિલ્લાહિલહમ્દ પઢતે જાના ચાહિયે. આ રીતે જે રસ્તાથી ઈદગાહ જાઓ, તે રસ્તાથી પાછા ફરવું જોઈએ નહી.

રસૂલે અકરમ નો ઈરશાદ છે કે ત્રણ લોકોની દુઆ હંમેશા કબુલ કરવામાં આવે છે- એક રોજેદાર, બીજો ઈંસાફ પસંદ અને ત્રીજો મજલૂમ. આ રીતે ઈદની ખુશીનો સર્વાધિક સિલો આ ત્રન લોકોને નસીબ થાય છે. જોવામાં તો " ઇદુલ ફિતરત ' અલ્લાહ ત-આલાનો આભાર માનવા માટેનો આ તહેવાર છે જે રોજાને ત્રીસ દિવસ સુધી નિરાહાર અને નિર્જળ રહેવાની શક્તિ આપે છે. તેને સંયમિત જીવન જીવવાની પ્રેરણા આપે છે તેને સારા માણસ બનવાની પ્રેરણા આપે છે.

ઈદગાહ પર જઈને નમાજ પઢવી એ એક ધાર્મિક પ્રક્રિયા ભર નથી. અપ્રત્યક્ષ રૂપથી આના બીજા પણ ઘણા લાભો છે. મસલન ઈદગાહ પર ધાર્મિક સહિષ્ણુંતા તેમજ અંદરોઅંદરના મેળ-મિલાપની ભાવનાના દર્શન થતાં રહે છે. નાના-મોટા, અમીર-ગરીબ, કાળા-ધોળા બધા જ્યારે ખભાથી ખભા મિલાવીને નમાજ પઢે છે તેમજ નમાજ બાદ ગળે મળે છે ત્યારે પરસ્પર ભાઈચારાની ભાવના, સમાનતાનો અદ્વત તાના-બાના પરિલક્ષીત થાય છે. અલ્લાહ રોજેદારોથી ખુશ થઈને તેમના ગુનાહોને માફ કરી દે છે અને સારા માણસ બનવાની પ્રેરણા આપે છે.