ગુરુવાર, 28 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. ભગવાન જગન્નાથની રથયાત્રા
Written By
Last Updated : સોમવાર, 22 જૂન 2020 (19:50 IST)

૪૫૦ વર્ષ પહેલા જગન્નાથ મંદિરના સ્થળે વટવૃક્ષ હતું

અમદાવાદ શહેરનું ઐતિહાસિક ભગવાન જગન્નાથનું મંદિર રથયાત્રાનું એક યાદગાર સ્થળ બની ગયું છે. જમાલપુર સ્થિત ભગવાન જગન્નાથનું આ મંદિર લગભગ ૪૫૦ વર્ષથી પણ પ્રાચિન છે. ૪૫૦ વર્ષ પહેલા આ સમગ્ર જગ્યા પર એક વિશાળ વટવૃક્ષ હતુ અને ચારે તરફ જંગલ હતું. મંદિરથી થોડેક દુર સાબરમતીનો પવિત્ર કિનારો હતો. જગન્નાથ મંદિરની સ્થાપનાન ઘટના અતિ રોમાંચક છે.

રામાનંદી નામના સિદ્ધ સંત વિચરણ કરતા કરતા આ પાવન સ્થળેથી પસાર થઇ રહ્યા હતા. તે કોઇ દિવ્ય તરંગોનો સ્પર્શ થયો તેમના ચરણ થંભી ગયા અને અંતરઆત્મામાંથી વાણી સંભળાઇ બહુત ઘુમા, બહુત ફિરા અબ તેરે ઠહરને કા મુકામ આ ગયા હૈ, યહ તેરી તપશ્યા ભૂમિ હૈ ઔર યહિ રૂક જા. અંતરના આ અવાજને સંત રામાનંદીએ નતમસ્તકે સ્વીકારી ત્યાં જ ધુણી ધખાવી દીધી છે.

એક દિવસે વહેલી સવારે રામાનંદી સંત સાધનામાં લીન હતા ત્યારે નજીકમાંથી હૈયાફાટ રૂદન સાથે જઇ રહેલી અંતિમ યાત્રામાં ડાઘુઓને સંતે પૂછ્યુ ત્યારે એક ડાઘુએ ભારે હૈયે સંતને જવાબ આપ્યો હતો કે જવાનજોધ કંધોતરને કાળોતરો આભળી જતા મોતને ભેટ્યો છે. તે પછી સંતે એક ડાઘુને બોલો જય જગન્નાથ કહી જડીબુટ્ટી આપી અને તે પીસીને યુવાનના મોમાં નાખવા કહ્યુ અને યુવાન જીવીત બની ગયો. તે પછી હાજર સહુ સંતના ચરણોમાં ઢળી પડ્યા તે પછી આ સ્થળે હનુમાનજીનું મંદિર બનાવવામાં આવ્યું અને સંત રામાનંદી હનુમાનદાસજીના શિષ્ય સારંગદાસજીએ આ ભૂમિનો વિશેષ વિકાસ હાથ ધર્યો અને ભગવાન જગન્નાથ, ભાઇ બળદેવ અને બહેન સુભદ્રાની ર્મુિતઓ મંગાવી તેની પ્રાણ પ્રતિષ્ઠા કરાવી. સંત સારંગદાસજીએ દેહ છોડ્યા બાદ બાલ મુકુન્દદાસજીએ મહંત પદ સંભાળ્યુ અને તેમણે ગુરૂનું કાર્ય આગળ ધપાવ્યું. તેઓના બ્રહ્મલીન થયેલા તેમના શિષ્ય નરસિંહદાસજીએ જવાબદારી સંભાળી અને મહંત નરસિંહદાસજીએ અમદાવાદમાં સૌ પ્રથમવાર ઇ.સ. ૧૮૭૮ની અષાઢી બીજની વહેલી સવારે એક ભવ્ય પરંપરાનો પ્રારંભ