1. સમાચાર જગત
  2. ગુજરાતી સમાચાર
  3. અમદાવાદ રથયાત્રા
  4. Ahmedabad Rath Yatra 2026 Live Updates

ભગવાન જગન્નાથની 149 મી રથયાત્રા Live - રથયાત્રા સરસપુર પહોચી, ખૂબ જ ધીમી ગતિએ આગળ વધી રહી છે રથયાત્રા

Ahmedabad Rath Yatra 2026
Ahmedabad Rath Yatra 2026
 
જગન્નાથપુરી બાદ દેશની સૌથી મોટી ગણાતી ભગવાન જગન્નાથજીની 149મી ઐતિહાસિક અને પૌરાણિક રથયાત્રા આજે 16 જુલાઈ, ગુરૂવારના રોજ અમદાવાદમાં શ્રદ્ધાભેર નીકળશે. આ પાવન અવસરે ભગવાન જગન્નાથજી પોતાના ભાઈ બલરામ અને બહેન સુભદ્રાજી સાથે ભક્તોને દર્શન આપવા માટે નગરચર્યાએ નીકળશે. સમગ્ર શહેર આ ભક્તિમય મહોત્સવને આવકારવા માટે સજ્જ થઈ ગયું છે.

મંગળા આરતી અને કેન્દ્રીય મંત્રી અમિત શાહની ઉપસ્થિતિ

 
રથયાત્રાના આ પવિત્ર દિવસની શરૂઆત વહેલી સવારે ધાર્મિક વિધિઓ સાથે થશે. સવારે 4:00 વાગ્યે ભગવાનની મંગળા આરતી કરવામાં આવશે, જેમાં વિશેષ રૂપે કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ હાજર રહીને ભગવાનના આશીર્વાદ મેળવશે. આ મંગળા આરતી બાદ સવારે 4:30 વાગ્યે ભગવાનને પરંપરાગત અને વિશિષ્ટ એવા ખીચડાનો ભોગ ધરાવવામાં આવશે.
 

પહિંદ વિધિ અને રથ પ્રસ્થાનનો સમયગાળો

 
ખીચડાનો ભોગ ધરાવ્યા બાદ, સવારે 5:00 વાગ્યાની આસપાસ ભગવાન જગન્નાથ, ભાઈ બલરામ અને બહેન સુભદ્રાજીને આદરપૂર્વક રથમાં બિરાજમાન કરવામાં આવશે. ત્યારબાદ સવારે 7:00 વાગ્યે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પરંપરાગત સોનાની સાવરણીથી 'પહિંદ વિધિ' (રથયાત્રાનો માર્ગ સાફ કરવાની વિધિ) સંપન્ન કરી રથયાત્રાને પ્રસ્થાન કરાવશે. સવારે 7:30 વાગ્યે ત્રણેય રથ મંદિર પરિસરથી બહાર નીકળી નગરચર્યા તરફ આગળ વધશે.

ભવ્ય સરઘસ અને સાધુ-સંતોની વિશેષ ઉપસ્થિતિ

 
આ ભવ્ય રથયાત્રામાં સૌથી આગળ ગજરાજો (હાથીઓ) માર્ગ મોકળો કરશે, જેની પાછળ ભારતીય સંસ્કૃતિની ઝાંખી કરાવતી વિવિધ ટ્રકો, પરંપરાગત અખાડા, ભજન મંડળીઓ અને સુરીલા બેન્ડવાજા જોડાશે. વિશાળ રથોને ખેંચવાની પવિત્ર સેવા ખલાસી ભાઈઓ દ્વારા કરવામાં આવશે. આ ઐતિહાસિક પર્વમાં ભાગ લેવા માટે હરિદ્વાર, અયોધ્યા, નાશિક, ઉજ્જૈન અને જગન્નાથપુરી સહિત દેશના ખૂણે-ખૂણેથી મોટી સંખ્યામાં સાધુ-સંતો અમદાવાદ આવી પહોંચ્યા છે.

સુરક્ષા વ્યવસ્થા પર એક નજર:

આ વર્ષની રથયાત્રાને 'ઝીરો-રિસ્ક' બનાવવા માટે સમગ્ર રૂટ પર 31,000 થી વધુ પોલીસ જવાનો, 65 અત્યાધુનિક ડ્રોન, અને 2,800 થી વધુ બોડી-વોર્ન કેમેરા દ્વારા કડક નજર રાખવામાં આવી રહી છે. રસ્તા પરના જર્જરિત મકાનોની બાલ્કનીઓ પરથી લોકોને દર્શન ન કરવા અપીલ કરાઈ છે.
rathyatra
rathyatra


rathyatra
rathyatra
 


10:04 PM, 16th Jul

રથયાત્રા દરમિયાન અમદાવાદમાં 53 ઈમરજન્સી કેસ નોંધાયા

 
અમદાવાદમાં રથયાત્રા દરમિયાન ભારે ભીડ અને ગરમીના કારણે કુલ 53 ઈમરજન્સી કેસો નોંધાયા હતા, જેમાં તમામ દર્દીઓને તાત્કાલિક તબીબી સારવાર આપવામાં આવી હતી:
બેભાન થવાના કેસ: 18 ભક્તો બેભાન થતાં તેમને સ્થળ પર જ સારવાર અપાઈ.
શ્વાસની તકલીફ: 5 લોકોને શ્વાસ લેવામાં તકલીફ થવાની ફરિયાદ નોંધાઈ.
આંચકી આવવી: 3 લોકોને આંચકી (ખેંચ) આવતા તબીબી મદદ પૂરી પડાઈ.
અકસ્માત અને અન્ય ઈજા: 5 લોકો ચાલુ રથયાત્રામાં પડી ગયા હતા, જ્યારે 4 માર્ગ અકસ્માતના કેસ નોંધાયા હતા.
 

શાંતિપૂર્ણ આયોજન અને કોમી એકતા: રંગીલા ચોકી ખાતે હર્ષ સંઘવીનું નિવેદન
 

અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની ભવ્ય રથયાત્રાના સફળ આયોજન અંગે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ રંગીલા ચોકી ખાતેથી તમામ નાગરિકોને શુભેચ્છા પાઠવી હતી. તેમણે જણાવ્યું હતું કે:
ભવ્ય જનમેદની: અંદાજે 10 લાખ જેટલા શ્રદ્ધાળુઓએ શાંતિપૂર્ણ માહોલમાં ભગવાનના દર્શન કર્યા.
સમયસર આગમન: રાત્રે 10 વાગ્યા સુધીમાં ત્રણેય રથ નિજ મંદિર પરત પહોંચી જશે.
ખાસ વ્યવસ્થા: ગત વર્ષની સરખામણીએ આ વખતે પોલીસ જવાનોએ ગજરાજ (હાથીઓ)ને ગરમી ન લાગે તે માટે પાણી આપવા સહિતની સુંદર અને સંવેદનશીલ કામગીરી કરી હતી. આ રથયાત્રામાં તમામ સમાજની અભૂતપૂર્વ એકતા જોવા મળી હતી.
 

દરિયાપુરમાં ભાઈચારાની પરંપરા: કોમી એકતાના પ્રતીક સમો સફેદ કબૂતર ઉત્સવ

અમદાવાદના સંવેદનશીલ ગણાતા દરિયાપુર વિસ્તારમાં રથયાત્રાનું ભવ્ય અને સૌહાર્દપૂર્ણ સ્વાગત કરવામાં આવ્યું હતું, જેણે હિન્દુ-મુસ્લિમ એકતાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું:
સામાજિક સન્માન: મુસ્લિમ સમાજના આગેવાનો, પૂર્વ ધારાસભ્ય ગ્યાસુદીન શેખ અને સ્થાનિક લોકોએ જગન્નાથ મંદિરના મહંત અને ટ્રસ્ટીઓનું ઉત્સાહભેર સન્માન કર્યું.
શાંતિનો સંદેશ: દરિયાપુરના તબુ ચોકી રૂટ નજીક વર્ષો જૂની પરંપરાને જાળવી રાખીને હવામાં સફેદ કબૂતરો ઉડાડવામાં આવ્યા હતા. આ પરંપરા દ્વારા સમાજમાં પરસ્પર પ્રેમ, વિશ્વાસ અને કોમી એકતાનો મજબૂત સંદેશ વહેતો કરવામાં આવ્યો હતો.
 

11:17 AM, 16th Jul

રથયાત્રાની શોભામાં 

 
ahmedabad rath yatra
ahmedabad rath yatra

શણગારેલા હાથી  18 
101 થીમ આધારિક ટ્રક 
અખાડા 30 
ભજન મંડળી 18 
બેંડબાજાવાળા 3 
દેશભરમાંથી સાધુ સંત 2500 
ખલાસી ભાઈઓ જે રથ ખેંચશે 1000  થી 1200 
 

રથયાત્રામાં આ પ્રસાદનુ થશે વિતરણ 


rath yatra prasad
rath yatra prasad
45 હજાર કિલો મગ 
500 કિલો જાંબુ 
500 કિલો કેરી 
400 કિલો કાકડી-દાડમ 
2 લાખ ઉપેરણાં 
 

રથયાત્રાની અભેદ્ય સુરક્ષા 

 
rath yatra suraksha
rath yatra suraksha


10 IG DIG 
30,000 પોલીસ જવાન 
26 પોલીસ રેન્જ 
1397 પોલીસ પોઈંટ્સ 
100 ડ્રોન 
42 DCP 
88 ACP 
800 PI 


ધીમે-ધીમે તમામ ટ્રકો સરસપુર પહોંચી, મહંત દિલીપદાસજી મહારાજ પણ પહોંચ્યા

 
રથયાત્રામાં સામેલ તમામ ટ્રકો ધીમે-ધીમે સરસપુર પહોંચી ગઈ છે. મહંત દિલીપદાસજી મહારાજ પણ ગજરાજ સાથે સરસપુર પહોંચ્યા છે, જ્યાં મામેરાના પ્રસંગને લઈને ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
 

દવે પરિવારે મામેરાની તૈયારીઓ શરૂ કરી

 
સરસપુરમાં દવે પરિવારે ભગવાન જગન્નાથના મામેરાની તૈયારીઓ શરૂ કરી છે. થોડી જ વારમાં પરંપરાગત મામેરું આવશે. બીજી તરફ સરસપુર જગન્નાથ મંદિરમાં ભગવાનના દર્શન કરવા માટે ભક્તોની ભારે ભીડ ઉમટી છે.
 

પાંચકુવાથી ટેબ્લો ધીમી ગતિએ આગળ વધી રહ્યા છે

 
રથયાત્રામાં સામેલ વિવિધ થીમ આધારિત ટેબ્લો હાલમાં પાંચકુવા વિસ્તારમાંથી ધીમી ગતિએ આગળ વધી રહ્યા છે. માર્ગ પર મોટી સંખ્યામાં ભક્તોની હાજરીને કારણે ટેબ્લો ધીમે-ધીમે આગળ વધી રહ્યા છે.
 

હાથીઓ પાનકોર નાકા પહોંચ્યા, ગજરાજ અંકુશ દળ સતર્ક

 
રથયાત્રાના હાથીઓનો કાફલો પાનકોર નાકા વિસ્તારમાં પહોંચી ગયો છે. હાથીઓની હિલચાલ પર સતત નજર રાખવા માટે ગજરાજ અંકુશ દળ પણ તેમની સાથે સતર્ક રહી સુરક્ષા વ્યવસ્થા સંભાળી રહ્યું છે.


08:12 AM, 16th Jul

મંગળા આરતી સાથે ધાર્મિક વિધિઓનો પ્રારંભ

રથયાત્રા પૂર્વે વહેલી સવારે 4 વાગ્યે ભગવાન જગન્નાથજીની મંગળા આરતી યોજાઈ હતી. આ પ્રસંગે કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ પરિવાર સાથે હાજર રહ્યા હતા અને ભગવાનના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા.
 પરંપરાગત ભોગ: મંગળા આરતી બાદ ભગવાનને વિશિષ્ટ ખીચડીનો ભોગ અર્પણ કરવામાં આવ્યો હતો.
 રથારોહણ: ત્યારબાદ ભગવાન જગન્નાથજી, ભાઈ બળભદ્રજી અને બહેન સુભદ્રાજીને ભવ્ય રથોમાં બિરાજમાન કરવામાં આવ્યા છે.
 
 આગામી વિધિ: હવે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પરંપરાગત 'પહિંદ વિધિ' સંપન્ન કરી, જેના પછી રથયાત્રાને સત્તાવાર રીતે પ્રસ્થાન થઈ .
 
 

પહિંદ વિધિ બાદ રથયાત્રાનો સત્તાવાર પ્રારંભ

 
પરંપરા મુજબ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સોનાની સાવરણી વડે ભગવાનના રથ આગળ રસ્તો સાફ કરીને 'પહિંદ વિધિ' કરશે.
પહિંદ વિધિનું મહત્વ: આ વિધિ ભગવાન પ્રત્યેની સેવા, સમર્પણ અને વિનમ્રતાનું પ્રતિક માનવામાં આવે છે.
 
સવારે અંદાજે 7:30 વાગ્યે ત્રણેય રથ મંદિર પરિસરમાંથી પ્રસ્થાન થઈ. આ ઐતિહાસિક પરંપરાના ભાગરૂપે રથયાત્રામાં સૌથી આગળ ગજરાજ (હાથીઓ) ચાલશે.
 

સોનાવેશમાં ભગવાનના અલૌકિક દર્શન

 
રથયાત્રાના પાવન અવસરે ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને ભાઈ બળભદ્રજીને કિંમતી સોનાના આભૂષણોથી અલંકૃત કરીને ભવ્ય સોનાવેશ ધારણ કરાવવામાં આવ્યો છે.

મુખ્યમંત્રી દ્વારા 'પહિંદ વિધિ' અને રથયાત્રાનું પ્રસ્થાન
 
ભગવાન જગન્નાથ, ભાઈ બલરામ અને બહેન સુભદ્રાજીને ભવ્ય રથોમાં બિરાજમાન કરવામાં આવ્યા હતા.
પહિંદ વિધિ: ત્યારબાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પરંપરાગત રીતે સોનાની સાવરણીથી રસ્તો સાફ કરી 'પહિંદ' વિધિ સંપન્ન કરી હતી અને રથયાત્રાને સત્તાવાર પ્રસ્થાન કરાવ્યું હતું.
 
મુખ્યમંત્રી દ્વારા પ્રસ્થાન કરાવ્યા બાદ, એક પછી એક એમ ત્રણેય પવિત્ર રથો મંદિર પરિસરમાંથી બહાર નગરચર્યા માટે નીકળી ગયા છે.
 
 
- ઈરાન-અમેરિકા યુદ્ધમાં ભારત શાંતિ ઈચ્છે છે એવો મેસેજ આપતો ટ્રક જોડાયો
 
- અત્યાર સુધીમાં 38 ટ્રક જમાલપુરથી રવાના
 
 
વૈદિક મંત્રોચ્ચાર વચ્ચે ત્રણેય રથોની પ્રતિષ્ઠા અને પૂજન વિધિ પણ સંપન્ન થઈ હતી. આ ભક્તિમય પ્રસંગે અમદાવાદના મેયર હિતેશ બારોટ સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા
આગળનો લેખ
હું ભોજન કરી લઉં તો શું બદલાઈ જશે?" સોનમ વાંગચુકે અનશન સમાપ્ત કરવાનો કર્યો ઇનકાર, હાઈકોર્ટમાં થઈ સુનાવણી