ગુરુવાર, 18 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. અનોખુ વિશ્વ
  4. »
  5. અનોખુ તથ્ય
Written By વેબ દુનિયા|
Last Modified: શનિવાર, 17 ઑગસ્ટ 2013 (14:52 IST)

શુ આપ જાણો છો ? દાઉદ એક મિનિટમાં કમાવે છે 2 કરોડ રૂપિયા !!

P.R
ભારતનો પ્રથમ અને જગતમાં ત્રીજો સૌથી મોસ્ટ વોંટેડ ડોન દાઉદ ઈબ્રાહિમ કાસકર પાકિસ્તાનમાં નથી એ બાબતે વારેઘડીએ પાકિસ્તાન તરફથી ચોખવટો થાય છે, પણ હકીકત શુ છે એ દુનિયા જાણે છે. ગેરકાયદેસર રીતે કમાવેલ પોતાની અપાર સંપત્તીના દમ પર દાઉદ પાકિસ્તાનમાં એશોઆરામથી રહે છે.. અને મિનિટની તેની કમાણી છે બે કરોડ રૂપિયાની..

દાઉદની ડી કંપનીનો વ્યવસાય સંપૂર્ણ જગતમાં ફેલાયેલો છે. કરોડો રૂપિયાની સંપત્તીનો માલિક દાઉદના ભારતસહિત આખી દુનિયામાં લગભગ 35 ઘર છે. મુંબઈમાં જ દાઉદના બે ઘર છે જ્યા તેનો ભાઈ અને બહેન રહે છે. ગુપ્તચર ખાતા તરફથી મળેલ માહિતી મુજબ ભારતના મોસ્ટ વોંટેડ પાસે લગભગ 4 લાખ કરોડ રૂપિયા કરતા વધુ સંપત્તિ છે. જે ટાટા અને અંબાણી જેવા દિગ્ગજો કરતા પણ અનેક ગણી વધુ છે. દાઉદની ડી કંપનીનો વ્યવસાય લગભગ 75 હજાર કરોડ રૂપિયા કરતા વધુ હોવાનુ કહેવાય છે. દાઉદની ડી કંપની રિયલ એસ્ટેટ, ખાણ વ્યવસાય, બોલીવુડ, સટ્ટેબાજી, શોપિંગ મોલ, હોટલ વ્યવસાય, એયરલાઈંસ, શિપિંગ સહિત અનેક કાયદેસર અને ગેરકાયદેસર વ્યવસાયથી પૈસો કમાવે છે. ડી કંપનીને શિપિંગ અને એયરલાઈંસ સેક્ટરમાં એશિયા, યુરોપ અને આફ્રિકામાં પૈસો અટકાવ્યો છે. ભારતમાં દાઉદે રિયલ એસ્ટેટ, બોલીવુડ ક્ષેત્ર અને સટ્ટેબાજી જેવા વ્યવસાયમાં પૈસો રોક્યો છે. જેનો કારોબાર તેનો ભાઈ ઈકબાલ કાસકર અને બહેન હસીના ચલાવે છે. મુંબઈની અનેક રિયલ એસ્ટેટ પ્રોજેકટમાં દાઉદે પૈસો રોક્યો છે. સપ્ટેમ્બર 2001માં ઈંકમટેક્સ વિભાગે દાઉદની ભારતની સંપત્તિને બેનામી બતાવીને તેની નિલામી કરી હતી. આ સંપત્તિ વેચીને લગભગ 250 કરોડ રૂપિયાથી વધુ રકમ મળી હતી. દાઉદે ગેરકાયદેસર રીતે આ સંપત્તિ કમાવી હતી.