શનિવાર, 20 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. અનોખુ વિશ્વ
  3. અનોખુ તથ્ય
Written By વેબ દુનિયા|

વીજળી : આપ તમારા ઘરની ઇલેક્ટ્રિસિટી વિશે કેટલુ જાણો છો ?

વીજળી વિશે જાણવા જેવુ

આપણા ઘરમાં જો કોઈ કારણસર થોડીવાર માટે પણ વીજળી ચાલી જાય તો આપણે બૂમાબૂમ કરી મૂકીએ છીએ. આપણને થોડાક સમય માટે પણ લાઈટ-પંખા કે વીજળીથી ચાલતા અન્યૂ ઉપકરણો વિના નથી ચાલતું. પણ આપણી જીવનશૈલીનો અવિભાજય અંગ બની ચૂકેલી વીજળી વિશે આપણે કેટલું જાણીએ છીએ? જો તમને તેના વિશે ઝાઝી જાણકારી ન હોય તો તજજ્ઞોએ આપેલી આ માહિતી પર એક નજર નાખો....

- નિષ્ણાતો કહે છે કે આપણા સ્વીચ બોર્ડમાં રેડ, યેલો, બ્લુ, બ્લેક અને ગ્રીન જેવા અલગ અલગ કલરના વાયર હોય છે. પણ પ્રત્યેક કલરના વાયર ચોક્કસ કાર્ય માટે હોય છે. જેમ કે રેડ, બ્લુ, યેલો એટલે ફેઝ વાયર, બ્લેક એટલે ન્યુટ્રલ વાયર અને ગ્રીન એટલે અર્થિંગ વાયર.

- તજજ્ઞો અર્થિંગનો અર્થ સમજાવતાં કહે છે કે જયારે ઈલેક્ટ્રિક સિસ્ટેમમાંથી ખામીયુક્ત પ્રવાહ ગળવા લાગે ત્યારે આ વાયરના માધ્યમમથી તેને જમીનમાં લઈ જવો જરૂરી બની જાય છે. જો તમારા સ્વીચ બોર્ડમાં અર્થિંગ વાયર જોડાયેલું ન હોય અને વીજ પ્રવાહ ગળતો હોય એ વખતે કોઈ વિદ્યુત ઉપકરણને તમે સ્પર્શ કરશો તો તમને વીજળીનો ‘શોક' લાગે છે. જે અત્યંત જોખમી હોય છે. તેથી અર્થિંગ માત્ર અત્યાવશ્યરક નહીં, પણ ફરજિયાત ગણાય છે.- વિદ્યુત ઉપકરણો સાથે સ્ટે‍બિલાઈઝર પણ જરૂરી હોય છે. તેનું કારણ એ છે કે આ ઉપકરણો ચોક્કસ વોલ્ટેજ પર ચાલતા હોય છે, પરંતુ જો વોલ્ટેજ ફ્‌લક્યુએટ થાય , એટલે કે અચાનક વધી અથવા ઘટી જાય તો આ ઉપકરણોને હાનિ પહોંચે છે. પરંતુ સ્ટે્બિલાઈઝર સંબંધિત ઉપકરણમાં વિદ્યુતના ચોક્કસ વોલ્ટેજને જાળવી રાખે છે. જો કે આજે બજારમાં નવા આવતા વીજળી ઉપકરણોમાં ઈનબિલ્ટિસ્ટે્બિલાઈઝર હોય છે.

- એરકંડિશન, ગીઝર, વોશિંગ મશીન, વોટર પમ્પ , ઈસ્ત્રી અને વોટર હીટર જેવા એપ્લાયન્સીસને પુષ્કળ વીજળી જોઈએ છે.

- આપણા એપ્લાણયન્સીસને સ્વીચ ઓફ કર્યા વિના વીજળીની બચત કરવાનો રસ્તો બતાવતાં નિષ્ણાતો કહે છે કેઃ

- વિદ્યુતથી ચાલતું ઉપકરણ પોતાની મેળે બંધ/ ચાલુ થાય એટલા માટે પ્રિસેટ ટાઈમર લગાવો. જેમ કે એરકંડિશનરમાં એક, બે કે ત્રણ કલાકનો ટાઈમ સેટ કરી દેવામાં આવે તો તેટલા સમયમાં એ.સી. આપોઆપ બંધ થઈ જાય છે. પણ ઓરડો એકદમ ઠંડો થઈ ગયો હોવાથી એ.સી. ઓટોમેટિકલી બંધ થઈ જવા છતાં લાંબા સમય સુધી ગરમી થતી નથી. પેસેજ કે સોસાયટીના પગથિયાની લાઈટ ચાલુ/બંધ કરવા અગાઉથી સમય સેટ કરી રાખો.

- જે ઓરડામાંથી બહાર નીકળો તે રૂમના લાઈટ, પંખા અને ટીવી બંધ કરવાની ટેવ પાડો. અથવા ઓટોમેટિક મુવમેન્ટ ડિટેક્ટ ર્સ લગાવો જેથી કોઈ રૂમમાં આવે અથવા જાય ત્યાવરે લાઈટ આપોઆપ ચાલુ/બંધ થઈ જાય અને વીજળીનો બગાડ ન થાય.

- પ્રત્યેજક ઘરમાં ટેસ્ટ ર ફ્‌યુઝ વાયર, ઈન્યુટેવ લેટિંગ ટેપ, સ્ક્રુ ડ્રાઈવર પ્લાજયર્સ (તાર) જેવી વસ્તુનઓ હાથવગી હોવી જોઈએ.

- તમારા ઘરમાં ઈલેક્ટ્રિ સિટીનું કામ ચાલી રહ્યું હોય ત્યારે ઈલેક્ટ્રિશિયન તેમાં કયા વાયરનો ઉપયોગ કરે છે, ઈલેક્ટ્રિશિયન અનુભવી છે કે નહીં, તેની પાસે સંબંધિત કામ કરવાનું અધિકૃત પ્રમાણપત્ર છે કે નહીં તે તપાસી લો.