શનિવાર, 30 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. બીબીસી ગુજરાતી સમાચાર
Written By
Last Modified: સોમવાર, 2 ડિસેમ્બર 2019 (11:56 IST)

ગુજરાત અન્ડર વેઇટ બાળકોની સંખ્યા બાબતે દેશમાં પાંચમા ક્રમે

ગુજરાત અન્ડર વેઇટ (નિર્ધારિત માનક કરતાં ઓછું વજન) બાળકોની બાબતમાં દેશમાં પાંચમા ક્રમે છે.

ઊંચાઈની સરખામણીએ 26.4 ટકા બાળકોનું વજન ઓછું છે, જેમાં ગુજરાત સમગ્ર દેશમાં ત્રીજા ક્રમે છે

ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના અહેવાલ અનુસાર, રાજ્યમાં 15 થી 49 વર્ષની દર ચોથી મહિલા અન્ડર વેઇટ છે.

અમદાવાદ જિલ્લાનાં 31 ટકા બાળકો અન્ડર વેઇટ છે. .

મહિલા અને બાળ વિકાસ મંત્રાલયનાં સેક્રેટરી મનીષા ચંદ્રાએ કહ્યું હતું કે નેશનલ ફૅમિલી હેલ્થ સર્વે અને 2016-18ના નિતિ આયોગે જાહેર કરેલા કૉમ્પ્રિહેન્સિવ નેશનલ ન્યુટ્રિશન સર્વેમાં ગુજરાતમાં મહિલા અને બાળકોના સ્વાસ્થયના માપદંડોમાં ઘણો સુધારો જોવા મળ્યો હતો.