હેપી બર્થડે બિપાશા

વેબ દુનિયા|
IFM
હોટ અને સેક્સી અભિનેત્રી તરીકે જાણીતા બિપાશાનો જન્મ 7 જાન્યુઆરીના રોજ જન્મદિવસ છે. તે આજે 32 વર્ષની થઈ રહી છે. 30નો આંકડો વટાવતા જ અભિનેત્રીઓમાં પોતાના કેરિયરને લઈને એક ભય ફેલાય જાય છે. તેમને લાગે છે કે હવે ઝાડની આસપાસ પ્રેમી સાથે ચક્કર લગાવવાની તેમની વય નથી રહી. તેમને વરિષ્ઠ નાયિકાઓની હરોળમાં નાખી દેવામાં આવે છે. બિપાશા પણ કંઈક આવી જ પરિસ્થિતિઓમાંથી પસાર થઈ રહી છે. તેમણે પોતાનાથી ઓછી વયના હીરો.. જેવા કે રણબીર કપૂર(બચના યે હસીનો) અને નીલ નીતિન મુકેશ( આ દેખ જરા..)સાથે કામ કર્યુ તો લોકોએ તેની આલોચના કરી હતી. ત્યારે બિપાશાએ કહ્યુ હતુ કે એશ્વર્યાને કેમ કશુ નથી કહેતા એ તો મારાથી પણ મોટી છે.
સામાન્ય રીતે ભારતીયોને ગોરા રંગ પ્રત્યે વિશેષ મોહ છે, જેને ધ્યાનમાં રાખતા બોલીવુડમાં એ નાયિકાઓને વધુ તક મળી, જેમનો રંગ ગોરો છે. શ્યામ રંગવાળી સ્મિતા પાટિલ કે દીપ્તિ નવલને આર્ટ ફિલ્મોને લાયક માનવામાં આવી. પરંતુ શ્યામ નાયિકા પણ ગ્લેમરસ, હોટ અને સેક્સી હોઈ શકે છે. તેની મિશાલ બિપાશાએ કાયમ કરી. તેમને ગ્લેમરસ અભિનેત્રી માનવામાં આવી અને ઘણીવાર સર્વેક્ષણમાં તે સૌથી સેક્સી અભિનેત્રી તરીકે પસંદગી પામી.
બિપાશા વય અને કેરિયર બાબએ આજે એ સ્થાન પર છે, જ્યા તે અભિનયમાં નવા પ્રયોગ કરી શકે છે. તેથી જ તેમણે પોતાની ગ્લેમરસ ફિલ્મોથી જુદી ફિલ્મોમાં પણ કામ કર્યુ છે. તેમની ગયા વર્ષે રજૂ થયેલી ફિલ્મો 'પંખ', અને 'લમ્હા' માં તેમણે એક સામાન્ય છોકરીનો રોલ કરીને પોતાના અભિનયની પ્રશંસા મેળવી છે. તેમની આવનારી ફિલ્મો છે - પ્લેયર્સ, દમ મારો દમ અને આફ્ટરવર્ડ.
બિપાશાને જન્મદિવસની શુભેચ્છા...


આ પણ વાંચો :