પાયલનુ પબ્લિસીટી સ્ટંટ

N.D
બોલીવુડ દેખાદેખી માટે જાણીતુ છે. એક્શન ફિલ્મ હિટ થાય છે તો બધા એક્શન ફિલ્મો જ બનાવવા માંડે છે. આ જ રીતે કોઈ હીરો જિમ જઈને સિક્સ/એટ પૈક એબ્સ બનવાવ માંડે છે તો બધા હીરો સ્ટુડિયોમાં ઓછા અને જિમમાં વધુ જોવા મળે છે. આ જ રીતે લખવાનો ચસ્કો હાલ બોલીવુડન લોકોને લાગ્યો છે.

સેક્સી ફિલ્મોની નાયિકા અને 'બિગ બોસ'ના ઘરમાં રહી ચૂકેલી પાયલ રોહતગી પણ હાલ બ્લોગ લખીને બોલીવુડમાં ટકી રહેવાના પ્રયત્નો કરી રહી છે. પાયલનુ માનવુ છે કે તેનાથી એ પોતાના પ્રશંસકો(?)સાથે જોડાયેલી રહેશે.

વેબ દુનિયા|
હવે કોઈ પાયલને બતાવે કે જો તેના આટલા ચાહકો હોત તો તેની એક-બે ફિલ્મો તો સફળ થતી કે પછી તેઓ 'બોગ બોસ'ની વિજેતા બનતી. અંગ-પ્રદર્શન કરી તેમણે જોઈ લીધુ. નાના પડદાં દ્વારા પ્રયત્નો પણ કર્યા. હવે બ્લોગ દ્વારા ચર્ચામાં રહેવા માંગે છે જેથી નિર્માતા તેના નામ પર વિચાર કરે. કંઈ પણ હોય પાયલની હિમંતના વખાણ કરવા પડશે.


આ પણ વાંચો :