ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. કલાકારોની પ્રોફાઇલ
Written By
Last Updated : સોમવાર, 21 ઑગસ્ટ 2017 (17:23 IST)

બાજીરાવ-મસ્તાની વિશે 25 રોચક વાતો

1. વર્ષ 2003માં બાજીરાવ અને મસ્તાનીના પાત્રો માટે પ્રથમ પસંદગી સલમાન ખાન અને એશ્વર્યા રાય હતા. પણ તેમનુ બ્રેક અપ થઈ ગયુ અને સંજય લીલા ભંસાલેની ફિલ્મ બનાવવાની યોજના પર પાણી ફરી ગયુ. 
 
2. પછી આ ફિલ્મના મુખ્ય પાત્રો માટે સંજય લીલા ભંસાલીએ કરીના કપૂર અને રાની મુખર્જીના નામ પણ વિચાર્યા પણ કોઈ કારણસર આ શકય ન થઈ શક્યુ. 
 
3. સંજય લીલા ભંસાલીને ફિલ્મની સ્ટાર કાસ્ટ ફાઈનલ કરવામાં એક દસકાથી વધુનો સમય લાગી ગયો. આ દરમિયાન અનેક નામોની ચર્ચા થઈ. જેમા શાહરૂખ ખાન, અજય દેવગન, રિતિક રોશન અને કેટરીના કેફ મુખ્ય હતા. છેવટે આ ફિલ્મ રણવીર સિંહ અને દીપિકા પાદુકોણ સાથે જ બની. 
 
4. ભંસાલેનીએ અગાઉની ફિલ્મ 'ગોલીયો કી રાસલીલા રામલીલા' માં પણ રણવીર-દીપિકા-પ્રિયંકા જોવા મળ્યા હતા. 
 
5. સંજય લીલા ભંસાલીની પોતાની કોઈપણ ફિલ્મમાં કોઈ કસર ન છોડવા માટે જાણીતા છે. આ ફિલ્મમાં પરેફેક્શન લાવવા માટે ભંસાલીએ દક્ષા શેઠની પણ સેવાઓ લીધી છે. દક્ષા સેઠે પાત્રોને પ્રાચીન ભારતીય માર્શલ આર્ટ કલરિપયટ્ટુની ટ્રેનિંગ આપી છે.  આ સાથે જ દીપિકા પાદુકોણને કથકની ટ્રેનિંગ પણ આપી છે. ફિલ્મ માટે રણવીર સિંહે હોર્સ રાઈડિંગ પણ શીખી છે. 
 

5)  સંજય લીલા ભંસાલીની પોતાની કોઈપણ ફિલ્મમાં કોઈ કસર ન છોડવા માટે જાણીતા છે. આ ફિલ્મમાં પરેફેક્શન લાવવા માટે ભંસાલીએ દક્ષા શેઠની પણ સેવાઓ લીધી છે. દક્ષા સેઠે પાત્રોને પ્રાચીન ભારતીય માર્શલ આર્ટ કલરિપયટ્ટુની ટ્રેનિંગ આપી છે.  આ સાથે જ દીપિકા પાદુકોણને કથકની ટ્રેનિંગ પણ આપી છે. ફિલ્મ માટે રણવીર સિંહે હોર્સ રાઈડિંગ પણ શીખી છે. 
 
6)  ફિલ્મમાં પોતાના રોલ માટે રણવીર સિંહ સંપૂર્ણ રીતે ટકલુ થઈ ગયા અને તેમણે વજન પણ વધાર્યુ 
 
7) ફિલ્મમા પોતાના રોલ કાશીબાઈ માટે પ્રિયંકા ચોપડાએ મુશ્કેલ ટ્રેનિંગ લીધી.  જેના હેઠળ તેણે મરાઠી બોલવાનો એક વિશેષ ટોન સીખ્યો જે પેશવાના સમયમાં ઉપયોગમાં કરવામાં આવતો હતો. 
 
8)  બાજીરાવની મા ના પાત્ર માટે ભંસાલીની પસંદ શબાના આઝમી, ડિમ્પલ કાપડિયા અને સુપ્રીયા પાઠક હતી. છેવટે તન્વી આઝમીનું નામ નક્કી થયુ. સપ્ટેમ્બર 2014માં ભંસાલીએ જાહેરાત કરી દીધી હતી કે તન્વી આઝમી આ પાત્રને ભજવશે. તન્વી આઝમી પણ ફિલ્મ માટે ટકલી થઈ. 
 
9) દીપિકા પાદુકોણે ફિલ્મમાં એવા અનેક દ્રશ્યો કર્યા છે શારીરિક રૂપે મુશ્કેલ લાગતા હતા. તલવારબાજી અને 20 કિલોગ્રામ ભારે કવચ કેટલાક ઉદાહરણ છે. 
 
10) ઈરોજ ઈંટરનેશનલે ફિલ્મના અધિકાર ખૂબ મોંઘા ભાવે ખરીદ્યા છે.  ખાસ વાત એ છે કે આ અધિકાર ફિલ્મનું શૂટિંગ શરૂ થતા પહેલા જ ખરીદી ચુકાયા હતા. 


11) પ્રિયંકા કહે છે કે ફિલ્મમાં તેમનો રોલ માનસિક રૂપે થકાવી દેનારો હતો. બરફી અને મેરી કોમ જેવા રોલ કર્યા પછી પણ તેને લાગે છે કે કાશીબાઈનો રોલ વધુ મુશ્કેલ હતો. પ્રિયંકા કહે છે કે આ 17મી શતાબ્દીની ફિલ્મ છે અને તેમણે જેટલી ફિલ્મો કરી છે તેમા સૌથી મુશ્કેલ પણ. તે કહે છે કે બાજીરાવ મસ્તાનીમાં બતાવેલ રોમાંસ કોઈ કવિતાને વહેતી જોવા જેવુ છે. 
 
12)દીપિકા પાદુકોણ અને પ્રિયંકા ચોપડાની સાથે જુગલબંદીવાળુ નૃત્ય ફિલ્મનુ આકર્ષણ છે. ભંસાલીએ ફિલ્મ 'દેવદાસ' માં એશ્વર્યા રાય અને માધુરી દીક્ષિત પર ડોલા રે.. ગીત ફિલ્માવ્યુ હતુ. 
 
13) મસ્તાની અને કાશીબાઈના એક સાથે નાચવા પર પેશવા પરિવારે વાંધો ઉઠાવ્યો છે. તેમના મુજબ કાશીબાઈને સાંધાની બીમારી હતી તો તે કેવી રીતે નાચી શકે છે.  સિનેમાના નામ પર તથ્યો સાથે ભંસાલી છેડછાડ કરી લે છે. દેવદાસમાં તેમણે પારો અને ચંદ્રમુખીને સાથે નૃત્ય કરતા બતાવ્યા હતા. 
 
14) ફિલ્મના ગીતને રજુ અને ટ્રેલરની લોંચિંગ પછી જ દર્શકોમાં ફિલ્મને લઈને જોરદાર ઉત્સુકતા છે અને યૂ ટ્યૂબ પર તેને અનેકવાર જોવામાં આવ્યુ છે. 
 
15) સંજય લીલા ભંસાલીએ મુગલે આઝમના નિર્દેશક આસિફથી પ્રભાવિત થઈને આઈના મહેલ બનાવ્યો છે. મુગલે આઝમના એક ગીતમાં પ્યાર કિયા તો ડરના ક્યા માટે શીશ મહેલ બનાવ્યો હતો. મુગલે આઝમના ગીતમાં કનીજ અનારકલી શહજાદે સલીમ માટે પોતાના પ્રેમનો એકરાર કરે છે તો બાજીરાવ મસ્તાનીમાં શહજાદી બાજીરાવ પેશવા માટે પોતાના પ્રેમનુ એલાન કર છે.

16) બાજીરાવ મસ્તાનીનો આઈના મહેલ મુંબઈના ફિલ્મ સિટીમાં બનાવ્યો હતો. લગભગ 20000 ઝીણા તરાશેલા દર્પણોનો ઉપયોગ કરીને આ સેટને તૈયાર કરવામાં આવ્યો. કુશળ કારીગરને જયપુરથી બોલાવવામાં આવ્યો. જેણે આ અરીસાઓને યોગ્ય સ્થાન પર લગાવ્યા.  સેટ 12,500 સ્કવેઅર ફીટ પર બન્યો હતો. 
 
17) ફિલ્મ મુગલે આઝમના ગીતમાં સલીમ અને અનારકલીના રિફ્લેક્શન આ દર્પણોમાં જોવા મળે છે. બીજી બાજુ 
બાજીરાવ મસ્તાનીમાં પણ પ્રિયંકા ચોપડા, દીપિકા પાદુકોણનું રિફ્લેક્શન આ દર્પણમાં જુએ છે. 
 
18) જો કે મુગલે આઝમના સમયથી આજના સમયમાં તકનીક ખૂબ વિકસિત થઈ ચુકી છે અને વીએફએક્સન 
તકનીક પર ખૂબ વિશ્વાસ કરવામાં આવે છે. ભંસાલી પોતાના સેટને એકદમ અસલી બનાવવા માંગતા હતા. આઈના 
મહેલમાં 13 ઝૂમર લગાવવામાં આવ્યા હતા. જેણે થોડા થોડા કલાકે વીજળીથી નહી પણ મીણબત્તીથી પ્રકાશિત 
કરવામાં આવતો હતો. 
 
19)  નિર્દેશક સંજય લીલા ભંસાલીએ ફિલ્મનુ સંગીત પણ કંપોજ કર્યુ છે. દીવાની મસ્તાની ગીતની ધુન તેમના મગજમાં છેલ્લા12 વર્ષોથી હતી. ભંસાલી કહે છે કે, 'આ મારા મગજમાં સતત વાગતી રહી.  હવે જઈને આ સ્ક્રીન પર આવી છે. આ મને ખૂબ ખુશી આપે છે.' 
 
20) ભંસાલી આ ફિલ્મને લઈને લગભગ દર પ્રકારના વિચાર પહેલા જ બનાવી ચુક્યા હતા. ડ્રેસેસ, સેટ્સ, સંગીત, ડાંસ અહી સુધી કે બૈકગ્રાઉંડ ડાંસર્સને લઈને પણ તેઓ સંપૂર્ણ રીતે તૈયાર હતા. 

21) ફિલ્મની કૉસ્ટ્યૂમ ડિઝાઈનર અંજુ મોદીના મનમાં મસ્તાનીને લઈને એક જ પિક્ચર હતુ. જે પહેલીવારમાં ફાઈનલ થઈ ગયુ. દીપિક દ્વારા માથા પર પહેરેલ પગડી અસલી મસ્તાનીની ફોટો જોઈને પસંદ કરવામાં આવી. દીપિકા આ ગીતમાં આ પગડી પહેરેલ જોવા મળે છે. પણ આખી ફિલ્મ દરમિયાન તેણે આ પહેરી નથી. 
 
22) દીવાની મસ્તાનીના કોરિયોગ્રાફ રેમો ડીસૂજા છે. આ ગીતની મેકિંગમાં અનેક દિવસો લાગ્યા.  રેમોએ ગીત માટે ક્લાસિક અને પેશવા સમયના સ્ટેપ્સ પસંદ કર્યા છે. ભંસાલી અને રેમો ગીતને સંપૂર્ણ રીતે એ સમયનું બતાડવા માંગતા હતા. 
 
23) દીવાની મસ્તાનીનો સેટ એટલો સુંદર બનાવ્યો હતો કે ભંસાલી તેને એક સમયે મ્યુઝિયમમાં બદલવા માંગતા હતા. તેઓ અને તેમની ટીમ આટલ ખૂબસુરત સેટને પાડવા માંગતા નહોતા જેને બનાવવામાં જ 40 દિવસનો સમય લાગ્યો હતો. 
 
24) સંજય લીલા ભંસાલીની 'બાજીરાવ મસ્તાની' અને શાહરૂખ ખાનની 'દિલવાલે' એક જ દિવસે (18 ડિસેમ્બર 2015)ના રોજ રજૂ થઈ રહી છે.  આ પહેલા પણ ભંસાલી અને શાહરૂખ વર્ષ 2007માં 'સાંવરિયા' અને 'ઓમ શાંતિ ઓમ' દ્વારા ટકરાય ચુક્યા છે.  એ સમયે બાજી શાહરૂખે મારી હતી. 
 
25) ફિલ્મ ટ્રેડ વિશેષજ્ઞોનુ માનવુ છે કે ભંસાલીએ પોતાની ફિલ્મ આગળ વધારી લેવી જોઈએ. પણ ભંસાલીના સમર્થકોનુ કહેવુ છે કે તેમણે 18 ડિસેમ્બરને ફિલ્મ પ્રદર્શિત કરવાની જાહેરાત પહેલા જ કરી  હતી અને શાહરૂખે પોતાની ફિલ્મને આ દિવસે રજુ કરવાનો નિર્ણય પછી લીધો.