ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. મનોરંજન
  2. »
  3. બોલીવુડ
  4. »
  5. સમાચાર/ગપસપ
Written By વેબ દુનિયા|

25 વર્ષ સુધી દરેક ક્ષણે માનસિક યાતના ભોગવી છે - અમિતાભ

P.R
બોફોર્સ તોપ દલાલી મામલે ક્લીનચિટ મળ્યા બાદ અમિતાભ બચ્ચને ભગવાનનો આભાર માન્યો છે. જયા બચ્ચને કહ્યું કે, છેવટે સત્ય બહાર આવી જ ગયું પણ 25 વર્ષમાં બચ્ચન પરિવારને જે માનસિક યાતના સહન કરવી પડી તેનો જવાબ કોણ આપશે..?

દરેક ક્ષણે મહેસૂસ કર્યું છે દર્દ...
અમિતાભે પોતાના બ્લોગમાં લખ્યું છે કે, મારા દર્દને કોણ સમજશે? ખુદના અનુભવ અને દર્દથી મેં એને સહ્યું છે. કેટલાંય વર્ષો સુધી સહન કરેલા આ દર્દને કોઇ નહીં સમજી શકે. મેં આ કષ્ટને એક-એક પળ અને દરેક કલાકે-કલાકે સહન કર્યું છે. 25 વર્ષ બાદ આ કેસમાં હું વાંચુ છું કે એક મહત્વપૂર્ણ વ્યક્તિ મને નિર્દોષ સાબિત કરે છે.

નિર્દોષ લોકોને ફસાવવામાં આવ્યા : સ્ટે
ઉલ્લેખનીય છે કે, સ્વીડનના પૂર્વ પોલીસ પ્રમુખ સ્ટેન લિંડસ્ટ્રોમે દાવો કર્યો છે કે, આ કેસમાં કેટલીય ભારતીય સંસ્થાઓ અને નિર્દોષ લોકોને ફસાવવામાં આવ્યા હતા. રાજીવ ગાંધીના મિત્રોને કારણ વગર આ કેસમાં ઘસેડવામાં આવ્યા હતા. સ્ટેનનો ઇશારો અમિતાભ બચ્ચન તરફ છે.