ગુરુવાર, 18 એપ્રિલ 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ સમાચાર
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: રવિવાર, 26 માર્ચ 2023 (10:43 IST)

5 વાર નેશનલ અવાર્ડ વિજેતા પ્રકાશ રાજ છે બૉલીવુડના પ્રખ્યાત વિલેન, જાણો ફિલ્મી સફર

પ્રકાશ રાજની ફિલ્મી સફર
પ્રકાશ રાજનો જન્મ 26 માર્ચ 1965ના રોજ બેંગ્લોર, કર્ણાટકમાં થયો હતો.
પ્રકાશના પિતાનું નામ મંજુનાથ રાય અને માતાનું નામ સ્વર્ણલતા રાય છે.
પ્રકાશે તેની અભિનય કારકિર્દીની શરૂઆત દૂરદર્શનની સિરિયલ "બિસિલુ કુદુરે" થી કરી હતી.
પ્રકાશ રાય તમિલ નિર્દેશક કે. બાલાચંદરના કહેવા પર તેણે પોતાનું નામ બદલીને પ્રકાશ રાજ રાખ્યું.
વર્ષ 1994માં પ્રકાશે તમિલ ફિલ્મ 'ડ્યુએટ'થી ડેબ્યૂ કર્યું હતું.
પ્રકાશે પ્રથમ લગ્ન 1994માં તમિલ અભિનેત્રી લલિતા કુમારી સાથે કર્યા હતા. બંનેને 2 બાળકો છે.
પ્રકાશે 1998માં ફિલ્મ 'હિટલર'થી બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી અને ફિલ્મ 'વોન્ટેડ'થી તેને ઓળખ મળી હતી.
બોલિવૂડના પ્રખ્યાત વિલન પ્રકાશે પોતાની કારકિર્દીમાં 5 વખત નેશનલ એવોર્ડ જીત્યો છે.
અભિનયની સાથે પ્રકાશે તમિલ, તેલુગુ, કન્નડ ફિલ્મોનું નિર્દેશન કર્યું છે.
પ્રકાશે અત્યાર સુધીમાં 2000 થી વધુ શેરી નાટકોમાં ભાગ લીધો છે.
2009 માં લલિતા સાથેના છૂટાછેડા પછી, પ્રકાશે કોરિયોગ્રાફર પોની વર્મા સાથે ફરીથી લગ્ન કર્યા.
તમને જણાવી દઈએ કે, પોનીએ વિદ્યા બાલનની ફિલ્મ 'ધ ડર્ટી પિક્ચર'ના લોકપ્રિય ગીત 'ઉલાલા ઉલાલા'માં ડાન્સ કોરિયોગ્રાફ કર્યો હતો.
50 વર્ષની ઉંમરે પ્રકાશને તેમની બીજી પત્નીથી પિતા બનવાનો લહાવો મળ્યો.
તેમની બીજી પત્ની પોની વર્મા પ્રકાશ રાજ કરતા 12 વર્ષ નાની છે.