મંગળવાર, 23 એપ્રિલ 2024
  1. મનોરંજન
  2. »
  3. બોલીવુડ
  4. »
  5. સમાચાર/ગપસપ
Written By વેબ દુનિયા|

IPL પિચ પર બોલીવુડનુ મહાયુદ્ધ,

કિંગ ખાનની ગુગલી સામે અક્કી ક્લિન બોલ્ડ

P.R
.
દેશમાં આઈપીએલ 6 ની સાથે ક્રિકેટનો ખુમાર ફરીથી શરૂ થઈ ગયો છે,પણ બોલીવુડમાં હવે એક નવી રમતની તૈયારી ચાલી રહી છે. આ વખતે પણ મુંબઈ અને ચેન્નઈની વચ્ચે છે. પણ બે ક્રિકેટ ટીમોની વચ્ચે નહી પણ બોક્સ ઓફિસ પર અને આ નવા યુદ્ધમાં શાહરૂખ અને અક્ષય કુમારે પોત પોતાની ફિલ્મોને લઈને તૈયારી કરી લીધી છે. બોક્સ ઓફિસના કુરુક્ષેત્રમાં હવે શાહરૂખ ખાન અને અક્ષય કુમાર બે બે હાથ કરવા તૈયાર છે.

શાહરૂખે પ્રમોશન ન થવા દીધુ

સૂત્રોના જણાવ્યા મુજબ શાહરૂખે પોતાના પ્રભાવનો ઉપયોગ કરતા અક્ષય અને તેની ટીમને કલકત્તામાં બુધવારે થયેલ મેચમાં પ્રમોશન ન કરવા દીધુ. શાહરૂખ પોતાના બાળકો અને મિત્રો સાથે આખી મેચમાં ખૂબ મસ્તી કરતો રહ્યો અને દિલ્હી પર જીતનો જશ્ન મનાવવ્યો, પણ સાથે સાથે બોક્સ ઓફિસ ગેમના પોતાના પત્ત્તા પણ બરાબર નાખ્યા. આની શરૂઆત શાહરૂખે આઈપીએલની ઓપનિંગ સેરેમનીથી જ કરી દીધી હતી, જ્યારે તેમણે અક્ષય કુમાર જેવા ઈંટરટેનરને બહાર મુકી દીપિકા અને કેટરીના જેવા પોતાના ખાસને તક આપી. શો મોરાની બ્રધર્સનો હતો જે શાહરૂખના ખૂબ જ નિકટસ્થ કહેવાય છે. તેથી જોર તો કિંગ ખાનનો જ ચાલે છે. જાણવા મળ્યુ છે કે વંસ અપ ઓન અ ટાઈમ ઈન મુંબઈ - 2 ની ટીમ ઈડન ગાર્ડન પર હાજર હતી અને પ્રમોશનની પૂરી તૈયારી સાથે આવી હતી પણ શાહરૂખે બાજી પલટી નાખી.