બુધવાર, 24 એપ્રિલ 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: નવી દિલ્હી. , શુક્રવાર, 6 જાન્યુઆરી 2017 (10:50 IST)

જાણીતા અભિનેતા ઓમ પુરીનું હાર્ટ એટેકથી નિધન

બોલીવુડના જાણીતા એક્ટર ઓમ પુરીનું હાર્ટ એટેકથી નિધન થઈ ગયુ છે. ઓમપુરી 66 વર્ષના હતા. આજે સવારે ઓમ પુરીએ અંતિમ શ્વાસ લીધા. ઓમ પુરી આવા કલાકાર હતા જેમણે પડદાપર રંગને ઉતાર્યુ.  ઓમ પુરીએ ગંભીરથી લઈને કોમેડી ભૂમિકામાં પણ પોતાના અભિનયથી લોકોને મોહિત કર્યા. 
 
આ સમાચારથી સમગ્ર બોલીવુડ શોકમાં છે. બોલીવુડ એક્ટર રજા મુરાદે કહ્યુ છે કે આ સમાચાર સાંભળીને તેઓ સુન્ન થઈ ગયા છે. અભિનેતા અનુપમ ખેરે પણ ટ્વીટ કરીને આના પર દુખ બતાવ્યુ છે. અનુપમ ખેરે લખ્યુ છે કે તેઓ ઓમપુરીને છેલ્લા 43 વર્ષથી જાણતા હતા. 
 
મધુર ભંડારકારે કહ્યુ છે કે વિશ્વાસ નથી થઈ રહ્યો કે આવુ થયુ છે. તેમણે ઈંટરનેશનલ લેવલ પર પોતાના અભિનયની કમાલ બતાવી છે. મને આ સમાચાર સાંભળીને ખૂબ દુખ થયુ છે. 
 
ગયા વર્ષે રજુ થયેલ ફિલ્મ ધ જંગલ બુક માં ઓમપુરીએ બધીરાને પોતાની દમદાર અવાજ આપી હતી. જેવુ ખૂબ  પસંદ કરવામાં આવ્યુ હતુ.  આ ઉપરાંત ગયા વર્ષે ઓમપુરી ફિલ્મ એક્ટર ઈન લૉ માં જોવા મળ્યા હતા. નબીલ કુરૈશી નિર્દેશિત તેમની આ ઉર્દૂ ફિલ્મ 13 સપ્ટેમ્બરના રજુ થયુ હતુ. 
 
સન 1993માં ઓમ પુરીના લગ્ન નંદિતા પુરી સાથે થઈ હતી પણ 2013માં અ બંને જુદા જુદા થઈ ગયા હતા. ઓમ પુરીનો એક પુત્ર છે જેનુ નામ ઈશાન છે. 
 
ઓમપુરીનો જન્મ 18 ઓક્ટોબર 1950માં હરિયાણાના અમ્બાલા શહેરમાં થયો હતો. તેમણે પોતાના પ્રારંભિક શિક્ષા પોતાના નનિહાલ પંજાબના પટિયાલાથી પુરી કરી. 1976માં પુણે ફિલ્મ સંસ્થાથી પ્રશિક્ષણ પ્રાપ્ત કર્યા પછી ઓમપુરીએ લગભગ દોઢ વર્ષ સુધી એક સ્ટુડિયોમાં અભિનયની શિક્ષા આપી. પછી ઓમપુરીએ પોતાના પર્સનલ થિયેટર ગ્રુપ મજમા ની સ્થાપના કરી. 
 
ઓમપુરીએ પોતાના ફિલ્મી સફરની શરૂઆત મરાઠી નાટક પર આધારિત ફિલ્મ ધાસીરામ કોતવાલ થી કરી હતી. વર્ષ 1980માં રજુ ફિલ્મ આક્રોશ ઓમપુરીએ સિને કેરિયરની પ્રથમ હિટ ફિલ્મ સાબિત થઈ. 
 
'અર્ધ સત્ય', 'જાને ભી દો યારો',  'નસૂર',  'મેરે બાપ પહેલે આપ', 'દહેલી 6, 'માલામાલ વિકલી', 'ડોન', 'રંગ દે બંસતી', 'દીવાને હુએ પાગલ', 'ક્યૂ હો ગયા ના',  'કાશ આપ હમારે હોતે', 'પ્યાર દીવાના હોતા હૈ' જેવી અનેક ફિલ્મોમાં જોવા મળી ચુક્યા છે. 
 
ઓમપુરી સુપરસ્ટાર સલમાન ખાનની ફિલ્મ ટ્યૂબલાઈટમાં પણ જોવા મળવાના હતા.