ગુરુવાર, 18 એપ્રિલ 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: મુંબઈ , શુક્રવાર, 17 એપ્રિલ 2015 (12:56 IST)

અક્ષય કુમારની પુત્રી નિતારા બાબા રામદેવને ચેલેંજ કરશે ?

બોલીવુડ એક્ટ્રેસ ટ્વિંકલ ખન્નાને યોગ કરતા જોવી તેમના ફેંસ માટે કંઈક વિશેષ હશે. પોતાના જીવનમાં ટ્વિંકલે જેટલુ મહત્વ એક્ટિંગને આપ્યુ છે તેટલુ જ તે યોગને લઈને પણ ગંભીર છે. તે પોતાની વિશેષ યોગ અદાઓ માટે ચર્ચામાં છે. ટ્વિંકલ ફિટનેસ લવર છે અને યોગ કરે છે. તાજેતરમાં જ ટ્વિંકલે એક ફોટો શેયર કર્યો છે. જેમા તે પોતાની પુત્રી નિતારા સાથે યોગ કરતી જોવા મળી રહી છે.  આ તસ્વીરમાં તેમની પુત્રી નિતારા પણ યોગા પ્રેક્ટિસ કરી દેખાય રહી છે. પોતાના સેંસ ઓફ હ્યુમર માટે હવે ચર્ચામાં આવનારી આ અભિનેત્રીએ ફોટોનુ સરસ કેપ્શન આપ્યુ છે. 
 
ફોટો સાથે ટ્વિંકલે લખ્યુ છે બાબા રામદેવ તમને લાગે કે આગળ જઈને કડક પ્રતિસ્પર્ધાનો સામનો કરવો પડશે. કારણ કે બેબી નિતારા આ સીખી રહી છે. હવે એ જોવાનુ છે કે રામદેવ હવે નિતારાએ ચેલેંજ સ્વીકાર કરે છે કે નહી. ઉલ્લેખનીય છે કે આ પહેલા એક્ટર અક્ષય કુમાર અને ટ્વિંકલ ખન્નાની પુત્રી નિતારાની ફોટો ઈંટરનેટ પર વાયરલ થઈ ગઈ હતી. આ તસ્વીરો ટ્વિંકલ ખન્નાએ પોતાના ટ્વિટર પર શેયર કરી હતી અને લખ્યુ હતુ કે બેબી મારી સાથે પહેલીવાર ફ્લાવર માર્કેટ આવી.