શુક્રવાર, 29 માર્ચ 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: દિલ્હી , ગુરુવાર, 21 જાન્યુઆરી 2016 (14:49 IST)

"ઈંક્રેડીબલ ઈંડિયા"ના બ્રાંડ એમ્બેસેડર અમિતાભ -પ્રિયંકા

આખરે સસપેંસનો અંત આવ્યો છે. ભારતના ટુરીઝમને પ્રમોટ કરતી ઈંક્રેડીબલ ઈંડિયા કેમ્પીએનના બ્રાંડ એમ્બેસેડર તરીકે મેગા સ્ટાર અમિતાભ બચ્ચન અને પ્રિયંકા ચોપરાની પસંદગી થઈ છે. આ આગાઉ આ કેમ્પેઈનનો બ્રાંડ એમ્બેસેડર આમિર ખાન હતો. 
 
છેલ્લા 10 વર્ષથી ટુરીઝ્મને પ્રમોટ કરી રહેલ આમિર ખાને અસહિષ્ણતા મામલે કોમેંટ કર્યા પછી ઈંક્રેડીબલ ઈંડીયા કેમ્પીએનમાંથી તેને હટાવી દેવામાં આવ્યો હતો. 
આમિર ખાન પછી આ કેમ્પીએનના બ્રાંડ એમ્બેસેડર કોણ બનશે તે અંગે દેશભરમાં ચર્ચાઓ ચાલી હતી. 
 
જો કે મળતી માહિતી પ્રમાણે અમિતાભ બચ્ચન અને પ્રિયંકા ચોપરાને આ કેમ્પીએનના બ્રાંડ એમ્બેસેડર તરીકે પસંદ કરવામાં આવ્યા છે. પ્રિયંકા ચોપરાને અતિથી દેવો ભવ ની જાહેરાતો માટે સાઈન કરવામાં આવી છે. 
 
સૂત્રો કહે છે કે અમિતાભ અને પ્રિયંકા સાથે ટૂરીઝ્મ મિનિસ્ટ્રી 3 વર્ષ સુધીનો સીધો કરાર કરશે અને બ્રાંડ એમ્બેસેડર તરીકેની સત્તાવાર જાહેરાત 26 જાન્યુઆરી પછી કરાશે.