શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: મંગળવાર, 20 ઑક્ટોબર 2015 (12:49 IST)

ફિલ્મ ડીડીએલજે ના 20 વર્ષ પૂરા... જાણો #DDLJ વિશે રસપ્રદ વાતો અને જુઓ ફોટા

દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે - એક રેકોર્ડ તોડ અને બ્લોકબસ્ટર ફિલ્મ જેને અનેક કલાકારોને એક નવી ઓળખ અપઈ. આજે પણ જો કોઈ ચેનલ પર આ ફિલ્મ આવી રહી હોય તો ઘરવાલા બધા કામ છોડી બસ રાજ અને સિમરનમાં ખોવાય જાય છે. આ ફિલ્મએ શાહરૂખ ખાન અને કાજોલના કેરિયરને નવી ઉચાઈઓ પર પહોંચાડ્યુ. 
એક ડાયરેક્ટર તરીકે આદિત્ય ચોપડાની આ પ્રથમ ફિલ્મ હતી. બડે બદે શહેરોમે કઈ છોટી છોટી બાતે હોતી રહેતી હોગી પણ આ ફિલ્મની તમામ નાની નાની વાતો છે જેના વિશે તમે નહી જાણતા હોય... 
 
1. ડાયરેક્ટર આદિત્ય ચોપડા ફિલ્મમાં ટૉમ ક્રૂઝને હીરો કાસ્ટ કરવા માંગતા હતા. ફિલ્મનુ પ્રથમ ટાઈટલ પણ હતુ ધ બ્રેવહર્ટ વિલ ટેક ધ બ્રાઈડ' દેખીતુ છેકે જો ટૉમ ક્રૂઝ આ ફિલ્મ કરતા તો ન તો શાહરૂખ જેવા ફની ફેસ બનાવતા કે ન તો પીળી સરસવના ખેતરમાં જઈને નાચતા. પણ હા શાહરૂખને પછી કિંગ ઓફ રોમાંસનુ ટાઈટલ સહેલાઈથી ન મળતુ.  પછી  યશ ચોપડાએ આદિત્યને સમજાવ્યા અને વાત શાહરૂખ પર જઈને અટકી. 
 
2. શાહરૂખ પણ ક્યા આ માટે સહેલાઈથી માન્યા. આદિત્ય ચોપડાએ શાહરૂખ સાથે 4 મીટિંગ કરવી પડી. ત્યારે જઈને તેમણે રોલ સ્વીકાર કર્યો. મતલબ લકી હતા શાહરૂખ કે કિસ્મતે 4 વાર તેમનો દરવાજો ખટખટાવ્યો. જો શાહરૂખ નહી માંતા તો આદિત્યની આગામી પસંદ હતી સેફ અલી ખાન. 
 
3. ફિલ્મનુ ફાઈનલ ટાઈટલ 'દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે'  કિરણ ખેરે આપ્યુ.  
 
4. આદિત્ય ચોપડા એક ડાયરેક્ટરના રૂપમાં પોતાની પ્રથમ ફિલ્મ એવી બનાવવા માંગતા હતા જેમા 3 જોડીઓની પ્રેમ કહાની અને એક મ્યુઝિક ટીચર હોય. પણ તેમની ફિલ્મ રહી ડીડીએલજે. છેવટે તેમનુ સપનુ 2000માં ફિલ્મ  
'મોહબ્બતે' ના રૂપમાં પુરુ થયુ 

5. ફિલ્મમાં શાહરૂખે પહેરેલુ ફેમસ લેધર જૈકેટ ઉદય ચોપડાએ કૈલિફોર્નિયાના બેકર્સફીલ્ડમાં હાર્લે-ડેવિડસનના શોરૂમમાંથી 400 ડોલરમાં ખરીદ્યુ હતુ. 
 
6. કાજોલ (સિમરન)ના ફિયાંસ(કુલજીત)ના રોલ માટે પહેલા અરમાન કોહલી સાથે વાત થઈ હતી પણ ઓડિશન પર પરમીત સેઠી બૂટ્સ, જીન્સ અને વેસ્ટકોર્ટ પહેરીને આવ્યા તો સ્ક્રીન ટેસ્ટમાં પાસ થઈ ગયા. 
 
7. પ્રથમ 'મેરે ખ્વાબો મે જો આયે' ગીત રેકોર્ડ થવાનુ હતુ.  આદિત્ય ચોપડાએ 24 વાર આનંદ બખ્શી સાહેબ પાસે જુદી જુદી લાઈનો બદલીને આ ગીત લખાવ્યુ અને પછી ફાઈનલ કર્યુ. 
 
8. 'મહેન્દી લગા કે રખના' ગીતમાં કાજોલ માટે મનીષ મલ્હોત્રાએ લીલા રંગનો સૂટ ડિઝાઈન કર્યો. પણ ચોપડા ત્યા પણ અડી ગયા કે પંજાબી પરિવારમાં યુવતીઓ લાલ, મરુણ અને ગુલાબી કપડા પહેરે છે. 
 
9. સુપરહિટ સોંગ 'તુજે દેખા તો યે જાના સનમ' કે પીળા સરસવના ખેતરમાં શૂટ થયુ છે તે ગુડગાવમાં છે. 
 
10. આદિત્ય ચોપડાએ શાહરૂખનુ નામ ફિલ્મમાં રાજ રાખ્યુ જે કે શોમૈન રાજ કપૂરથી પ્રેરિત હતુ. ફિલ્મમાં તેમનુ આખુ નામ રાજનાથ હતુ જે 1973ની ફિલ્મ 'બોબી' માં ઋષિ કપૂરના નામથી પ્રેરિત હતુ. 
11. ફિલ્મના એક સીનમાં અનુપમ ખેર શાહરૂખને પોતાના દાદા પરદાદાના અભ્યાસમાં નિષ્ફળતાના કિસ્સા સંભળાવે છે તો એ હકીકતમાં અનુપમ ખેરના સગા કાકાનું નામ છે જે ખરેખર ભણવામાં નબળા રહ્યા છે. 
 
12/ આ એ જ પ્રથમ ફિલ્મ હતી જેના દ્વારા મંદિરા બેદીએ મોટા પડદાં પોતાના અભિનય કેરિયરની શરૂઆત કરી.