શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Updated :મુંબઇ, , શુક્રવાર, 9 ઑક્ટોબર 2015 (11:22 IST)

અને ખુલી ગઈ આલિયાની પોલ....

રણબીર કપુરે -ર૦૧૦માં કરણ જોહરના કોફી વિથ કરણ શોમાં કહ્યું હતું કે તે તેની ગર્લફ્રન્‍ડના નંબર બેટરી લો અથવા તેના મેલ ફ્રેન્‍ડના નામે સેવ કરતો હતો જેથી તે તેની બીજી ગર્લફ્રેન્‍ડ સાથે હોય ત્‍યારે ફોન આવે તો પકડાઇ ન જાય. આલિયા ભટ્ટ પણ રણબીરના પગલે ચાલી રહી હોય એવું લાગી રહ્યું છે.
 
   હાલમાં શાનદારના એક પ્રમોશન દરમ્‍યાન શાહિદે કહ્યું હતું કે આલિયા ફિલ્‍મના સેટ પર સતત સિડ-માર્કેટીંગ નામની વ્‍યકિત સાથે વાતચીત કરતી રહેતી હતી અને પછીથી ખબર પડી હતી કે તે સિદ્ધાર્થ મલ્‍હોત્રા છે. આલિયાએ તેનો મોબાઇલમાં બોયફ્રેન્‍ડનું નામ અલગ નામે સેવ કર્યુ હતું જેથી તે પકડાઇ ન જાય.