શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Updated : સોમવાર, 26 ડિસેમ્બર 2016 (10:44 IST)

અમદાવાદમાં રફી સાહેબનું મંદીર, દુનિયાથી પહેલા વિવાહ કેમ છુપાવાયા હતા?

પંજાબના કોટલા સુલ્તાનસિંહ નામના ગામમાં 24મી ડિસેમ્બર 1924ના દિવસે સંગીત શહેનશાહ મોહમ્મદ રફીનો જન્મ થયો હતો. રફી સાહેબ બાળપણમાં એક ફકીરને ગાતા જોયા હતા અને બસ ત્યારથી જ એમને સંગીત અને ગીતોનું ઘેલુ લાગ્યુ હતુ. તેમની સફળ સંગીતયાત્રા તો બધાને યાદ છે પરંતુ આજે તેમના જન્મદિવસ નિમિત્તે તેમના અંગત જીવનમાં ડોકિયુ કરીએ તો ઘણું જાણવા મળે છે જે ક્યારેય સામે આવ્યુ જ નથી.લોકોનું કહેવુ છે કે, રફી સાહેબના મોટાભાઈની એક હેરકટીંગ શોપ હતી અને રફી પોતાનો મોટાભાગનો સમય ત્યાંજ પસાર કરતા હતા. સાત વર્ષની વયે એ દુકાન પાસેથી ગાતા ગાતા પસાર થઈ રહ્યા હતા અને બસ રફી એ ફકીરની પાછળ પાછળ ફર્યા કરતા. અને તેમની નકલ કરતા. દુકાને હજામત કરાવવા આવનારા લોકો તેમનો અવાજ સાંભળીને રાજી રાજી થઈ જતા અને રફીના વખાણ કરતા. બસ પથી શુ હતુ. તે વધુ સારી રીતે ગીતો ગાવામાં મશગૂલ થઈ જતા.એક દિવસ ફકીર પણ તેમને ગાતા સાંભળી ગયો અને તેણે ખુશ થઈને રફીને કહ્યુ કે તુ સંગીતની દુનિયામાં તારી સલ્તનત ઘડીશ અને સંગીતનો બાદશાહ બનીશ. અને આજે ખરેખર રફીના ગીતોના તમામ લોકો દિવાના છે.પરંતુ જો તેમના અંગત જીવનની વાત કરીએ તો તેમણે બે વિવાહ કર્યા હતા જેનો ઉલ્લેખ ભાગ્યે જ થતો.તેમના પહેલા વિવાહની વાત ક્યારેય બહાર ન આવત જો તેમની પુત્રવધુ યાસ્મીન ખાલિદ રફીનું પુસ્તક માર્કેટમાં ન આવ્યુ હોત. યાસ્મીન દ્રારા પ્રકાશિત કરવામા આવેલ પુસ્તક ' મોહમ્મદ રફી મેરે અબ્બા.. એક સંસ્મરણ' માં તેમના પહેલા લગ્નનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.આ પુસ્તક અનુસાર માત્ર 13 વર્ષની ઉંમરમાં તેમના વિવાહ તેમના કાકાની દિકરી બશીરન બેગમ સાથે કરી દેવામાં આવ્યા હતા પરંતુ થોડાક જ વર્ષોમાં તેમના તલાક થઈ ગયા હતા. આ લગ્નજીવનના ફળસ્વરૂપે સઈદ નામનો એક પુત્ર પણ થયો હતો. પરંતુ આ લગ્ન વિશે તેમના પરિવાર સિવાય કોઈ જ જાણતું ન હતુ બહારના લોકોથી આ વાત છુપાવવામાં આવી હતી.અમદાવાદમાં ગારમેન્ટનો બિઝનેસ કરતાં અને શહેરના પોશ વિસ્તાર ડ્રાઇવિન પાસેના ઇન્દ્રપ્રસ્થ ટાવરમાં રહેતાં ઉમેશ માખીજા મોહમ્મદ રફીના ખૂબ મોટા ફેન છે.