બુધવાર, 24 એપ્રિલ 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. કલાકારોની પ્રોફાઇલ
Written By

હેપી બર્થ ડે રેખા : ખૂબસુરત રેખાનું રહસ્યમય જીવન

સદાબહાર ખૂબસૂરત અભિનેત્રી રેખા બોલીવુડની ખૂબ જ પ્રતિભાશાળી અભિનેત્રીના રૂપમાં ઓળખાય છે. તેનુ અસલી નામ ભાનુરેખા ગણેશન હતુ. તેમણે ફિલ્મી કેરિયરની શરૂઆત તેલુગુ ફિલ્મ 'રંગુલા રત્નમ'થી કરી હતી. બોલીવુડમાં તેમણે વર્ષ 1970માં ફિલ્મ 'સાવન ભાદો'થી શરૂઆત કરી હતી. રેખાએ પડદાંની જીંદગી અને અસલ જીંદગીમાં આ મુકામ સુધી પહોંચવા માટે ખૂબ મહેનત કરી છે.  ચાર વર્ષની વયથી જ કેમરા સાથે સંબંધ જોડનારી રેખાની જીંદગી સંઘર્ષ અને સફળતાની રોચક વાર્તા જેવી છે. 

દક્ષિણ ભારતીય ફિલ્મોમાં બાળ કલાકારના રૂપમાં અભિનય યાત્રાની શરૂઆત કરનારી રેખાએ 1970માં હિન્દી ફિલ્મોમાં પગ મુક્યો, તેની પ્રથમ ફિલ્મ સાવન ભાદોમાં તેના રૂપરંગની ચર્ચા થઈ પણ શરૂઆતી ફિલ્મોમાં તેને ઓળખ ન મળી. શરૂઆતમાં તે શ્યામ અને જાડી હોવાથી લોકોએ ઘણી આલોચના કરી, પણ તેણે ખૂબસુરતી પૂર્વક પોતાની ઉણપોને દૂર કરી અને ફિલ્મોમાં સંઘર્ષ કરવામાં ક્યારેય હાર ન માની. 
 
ખુદને ઈશ્વરની સૌથી વ્હાલી સંતાન સમજનારી રેખાનું જીવન હંમેશા રહસ્યોના કેદમાં રહ્યુ 

 
કેરિયરની શરૂઆતમાં તેમનુ નામ અભિનેતા નવીન નિશ્ચલ સાથે જોડાયુ તો ક્યારેક કિરણ કુમારની સાથે જોડાયુ. એટલુ જ નહી અભિનેતા વિનોદ મહેરાની સાથે ચુપચાપ લગ્ન કરી લીધનાઅ સમાચાર પણ આવ્યા હતા. અમિતાભ અને રેખાના સંબંધોની ચર્ચા આજ સુધી લોકોના મોઢે છે. પણ નવીન નિશ્ચલ સાથે રેખાનુ નામ જોડાવવુ એ તેમના જીવનમાં પ્રેમના આગમન અને વિદાયની શરૂઆત માત્ર હતી. નવીન નિશ્ચલ અને કિરણ કુમાર સાથે રેખાનુ નામ જોડાવવાની વાતોને લોકો થોડા દિવસ પછી જ ભૂલી ગયા. 
 
ત્યારબાદ રેખાનુ નામ અભિનેતા વિનોદ મહેરા સાથે જોડાયુ, પણ મેહરાએ જાતે પોતાના લગ્નની વાત ક્યારેય નથી સ્વીકારી. અમિતાભ બચ્ચ્ન સાથે રેખાની લવ સ્ટોરી તો આજે પણ એક પહેલી છે. એવુ કહેવાય છે કે 1981માં બનેલ ફિલ્મ 'સિલસિલા' રેખા અને જયા ભાડુડી(બચ્ચન)ના પ્રેમ વચ્ચે અટવાયેલ અમિતાભની વાસ્તવિક જીંદગીની હકીકત પર આધારિત હતી. ફિલ્મ વધુ સફળ ન થઈ, પણ આ ફિલ્મ રેખા-અમિતાભની છેલ્લી ફિલ્મ સાબિત થઈ. 
 
રેખા માટે ઉદ્યોગપતિ મુકેશ અગ્રવાલ સાથે લગ્ન (1990) પણ તેમના જીવનનું દુર્ભાગ્ય જ હતુ. તેમના પતિએ લગ્નના એક વર્ષ પછી ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધી. ત્યારે રેખા ન્યૂયોર્ક ગઈ હતી. આ ઘટના માટે રેખાને લાંબા સમય સુધી પ્રશ્નો અને આક્ષેપોનો સામનો કરવો પડ્યો. રેખા એક વાર ફરી પોતાના જીવનમાં એકલી પડી ગઈ. પણ વચ્ચે વચ્ચે સાર્વજનિક કાર્યક્રમોમાં શુદ્ધ કાંજીવરમ સાડી અને સેંથામાં સિંદૂર સજાવી રેખા લોકો માટે આશ્ચર્યનો વિષય બનતી રહી. રેખાના જીવનમાં પ્રેમ ઘણા ચેહરાના રૂપમાં અનેકવાર આવ્યો, પણ સ્થાયી સહારો અને સન્માનની તેમના જીવનમાં જરૂર હતી તેનાથી તે વંચિત રહી. 
 
વર્ષ 2005માં આવેલ ફિલ્મ 'પરિણિતા'મા રેખા પર ફિલ્માવેલ ગીત 'કૈસી પહેલી જીંદગાની' એવુ ગીત હતુ કે જાણે હકીકતમાં એ ગીત રેખાની જીંદગી પર જ બનાવાયુ હોય. રેખા અત્યાર સુધી પોતાના ફિલ્મી સફરમાં બે વાર (1981,1989) સર્વશ્રેષ્ઠ અભિનેત્રીનો ફિલ્મ ફેયર એવોર્ડ અને એકવાર સર્વશ્રેષ્ઠ સહાયક અભિનેત્રીનો ફિલ્મફેયર એવોર્ડ (1997)થી સન્માનિત થઈ ચુકી છે. જીવનના 60 વસંત જોઈ ચુકેલ ખૂબસૂરત રેખા વર્તમાન સમયમાં રાજ્યસભા સભ્ય હોવા ઉપરાંત ફિલ્મ જગતમાં પણ સક્રિય છે. 

રેખા ટૂંક સમયમાં જ  'સુપરનાની' માં જોવા મળવાની છે. ભારતીય સિનેમામાં રેખાનો અભિનય સુંદરતાની મિસાલ છે. રેખાએ ક્યારેય પણ જીંદગીથી હાર નથી માની અને સતત આગળ વધી રહી છે. તે પોતાની બેજોડ સુંદરતા અને અભિનયને કારણે આજે પણ લોકોના દિલ પર રાજ કરે છે.
 
આ સદાબહાર સુંદર અભિનેત્રીને જન્મદિવસની શુભેચ્છા..... હેપી બર્થ ડે રેખા...