ગુરુવાર, 18 એપ્રિલ 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Updated : સોમવાર, 20 જુલાઈ 2015 (16:22 IST)

હર્ષાલી મલ્હોત્રા - જાણો 'બજરંગી ભાઈજાન"ની નાનકડી પરી વિશે

સલમાન ખાન, નવાજુદ્દીન સિદ્દકી અને કરીના કપૂર સ્ટાર ફિલ્મ બજરંગી ભાઈજાનની આ અસલી સ્ટાર રહેલ એક નાનકડી પરી હર્ષાલી મલ્હોત્રા 
 
 
બધા ફોટા સાભાર - ટ્વિટર 





ફિલ્મ બજરંગી ભાઈજાન જોયા પછી સલમાનના ફેંસ સહિત બધા દર્શકો આ નાનકડી પરી વિશે જાણવા માંગે છે તો રહી નાનકડી હર્ષાલીની સ્ટોરી. 

ફિલ્મ બજરંગી ભાઈજાનમાં નાનકડી હર્ષાલી જે મુન્નીનુ પાત્ર ભજવતી જોવા મળી રહી છે તેને મેળવવા માટે તેમણે 1000 છોકરીઓને પાછળ છોડી ત્યારે જઈને તેને સલમાન સાથે કામ કરવાની આટલી મોટી તક મળી. 

આ ફિલ્મમાં હર્ષાલીએ નાનકડી મુન્નીનુ પાત્ર ભજવ્યુ છે. જે ફિલ્મમાં પોતાનો અવાજ ગુમાવી દે છે અને પછી સલમાન તેને પરત તેના દેશ પાકિસ્તાન છોડીને આવે છે. 
           7 વર્ષની નાનકડી હર્ષાલી દિલ્હીની રહેનારી છે. 


હર્ષાલી મલ્હોત્રા ભારતીય ફિલ્મ અને ટીવી ઈંડસ્ટ્રીની નાનકડી કલાકાર છે. તેણે પિયર્સ અને ફેયર એંડ લવલી જેવા અનેક મોટા પ્રોડક્ટ્સની એડમાં પણ કામ કર્યુ છે. 


નાનકડી હર્ષાલીને આ પહેલા નાનકડા પડદાં પર પણ જોવાઈ છે. હર્ષાલીએ લાઈફ ઓકેની સીરિયલ લોટ આવો તૃષામાં પણ કામ કર્યુ છે. 

હોર્લિક્સ, એચડીએફસી અને અપોલો ટાયર્સ જેવા મોટા બ્રેડ્સ માટે પણ હર્ષાલી પ્રિંટ એડમાં કામ કરી ચુકી છે.