શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: મુંબઈ. , ગુરુવાર, 27 ઑગસ્ટ 2015 (16:11 IST)

કોમેડી નાઈટમાં એકવાર મોદીને બોલાવવા માંગે છે કપિલ !!

બોલીવુડના નવા અભિનેતા હાસ્ય કલાકાર કપિલ શર્મા પોતાના શો કોમેડી નાઈટ વિથ કપિલમાં એકવાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીને બોલાવવા માંગે છે. 
 
કપિલના મુજબ તેમની આ દિલથી ઈચ્છા છે કે તેમના આ શો માં શ્રી મોદીજી હાજર રહે. વાત એ છે કે થોડાક દિવસ પહેલા કપિલ કનાડા ગયા હતા. તેમણે ત્યા પોતાના આ શો નું પ્રસારણ કર્યુ હતુ. પોતાના આ શો ના પ્રસારણમાં ત્યાના વિદેશ મંત્રી પણ આ શો માં  હાજર રહ્યા હતા. 
 
કપિલનુ કહેવુ છે કે કનાડાના વિદેશ મંત્રી પણ મારા આ શો ને જોવા માટે આવ્યા હતા. તો તેમણે વિચાર્યુ કે હવે હુ મારા શો માં ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જીને જરૂર આમંત્રિત કરીશ. કપિલે જણાવ્યુ કે મારા આ શો માં જાણીતા ક્રિકેટર સચિન તેંડુલકર અને પાર્શ્વગાયિકા લતા મંગેશકર પણ જરૂર હાજર રહે. 
 
કપિલનુ એવુ માનવુ છે કે શ્રી મોદીજી ખૂબ સારા માણસ છે અને તેઓ મારા આ શો માં જરૂર હાજર રહેશે. કપિલે કહ્યુ કે આ મારી દિલથી ઈચ્છા છે કે નરેન્દ્ર મોદીજી મારા આ આમંત્રણને જરૂર સ્વીકાર પણ કરશે. 
 
કપિલ પોતાની પ્રથમ ફિલ્મ 'કિસ કિસ કો પ્યાર કરુ' દ્વારા બોલીવુડમાં ડેબ્યૂ કરવા જઈ રહ્યા છે.  તેમની ફિલ્મ 25 સપ્ટેમ્બરના રોજ રજુ થવાની છે.