મંગળવાર, 19 માર્ચ 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: મંગળવાર, 26 મે 2020 (18:56 IST)

બે ઘરેલુ સ્ટાફ પોઝીટીવ આવ્યા પછી આવી કરણ જોહરની રિપોર્ટ, સેલ્ફ આઈસોલેશનમાં પહોચ્યા

ફિલ્મ નિર્માતા કરણ જોહરના ઘરેલુ સ્ટાફના બે સ ભ્યો કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળ્યા બાદ ફિલ્મ નિર્માતાએ પરિવાર સહિત ખુદને 14 દિવસ માટે સેલ્ફ આઈસોલેશનમાં કરી લીધા છે. જો કે તેમની કોરોના રિપોર્ટ નેગેટિવ આવી 
 
કરણે સોમવારે એક નિવેદન બહાર પાડ્યું હતું, જેમાં તેણે લખ્યું છે કે, "હું તમને જણાવવા માંગું છું કે અમારા ઘરેલુ  સ્ટાફના બે સભ્યો કોવિડ -19 પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે. લક્ષણો મળતાની સાથે જ તેઓ અમારા મકાનના એક ભાગમાં ક્વોરોંટાઈન કરવામાં  આવ્યા છે. . બીએમસીને તાત્કાલિક જાણ કરાવવામાં આવી હતી, અને તેઓએ નિયમો મુજબ બિલ્ડિંગને સ્ટરલાઈઝ કરી હતી. "
 
નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, "બાકીનો પરિવાર અને સ્ટાફ સલામત છે અને તેમની અંદર  કોઈ લક્ષણો બતાવતા નથી. અમારા બધાનો સવારે એક સ્વૈબ  ટેસ્ટ કર્યો હતો અને રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો. "પરંતુ અમે અમારી આસપાસના લોકોની સુરક્ષા માટે આગામી 14 દિવસ સુધી સેલ્ફ આઈસોલેશનમાં રહીશુ.  અમે દરેકની સુરક્ષા માટે પ્રતિબદ્ધ છીએ, અને અમે ખાતરી આપીએ છીએ કે વહીવટીતંત્ર દ્વારા સૂચવેલા તમામ પગલાંનુ  કડક રીતે પાલન કરવામાં આવે."