ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: નવી દિલ્હી. , મંગળવાર, 19 જાન્યુઆરી 2016 (12:17 IST)

Kya Kool Hain Hum-3 -મંદના કરીમી પર પાંચ કરોડનો કેસ કરશે એકતા કપૂર !!

આ અઠવાડિયે પડદા પર ફિલ્મ ક્યા કૂલ હૈ હમ 3 રજુ થવાની છે. આ ફિલ્મના બધા એક્ટર્સ પ્રમોશનમાં લાગ્યા છે.  પણ આ ફિલ્મની લીડ એક્ટ્રેસ મંદના કરીમી હાલ બિગ બોસના ઘરમાં છે. આ વાતને લઈને ફિલ્મની પ્રોડ્યૂસર એકતા કપૂર ખૂબ નારાજ છે. બિગ બોસના ઘરની સૌથી મજબૂત હરીફ મનાતી મંદના કરીમી ને એ સમયે ઝટકો લાગ્યો જ્યારે એકતા કપૂરે તેને ધમકી ભરેલો સંદેશ મોકલ્યો. 
 
ઉલ્લેખનીય છે કે ફિલ્મના પ્રમોશન માટે તુષાર અને આફતાબ બિગ બોસના ઘરમાં પહોચ્યા અને તેમણે મંદનાને એકતાનો મેસેજ સંભળાવ્યો. જેમા એકતા એ કહેતી જ ઓવા મળી રહી છે કે મંદાના તે મારી ફિલ્મ ક્યા કૂલ હૈ હમ 3 સાઈન કરી હતી. તુ થોડા દિવસ માટે બિગ બોસના ઘરમાં ગઈ હતી.  તુ હાલ તરત જ બિગ બોસના ઘરમાંથી બહાર આવ નહી તો તારા પર પાંચ કરોડનો લીગલ કેસ થઈ શકે છે.  
 
આ સાંભળીને મંદાના રડવા લાગી. હવે જોવાનુ એ છે કે મંદાના ઘરમાંથી બહાર આવે છે કે નહી.