શુક્રવાર, 29 માર્ચ 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Updated : બુધવાર, 25 જાન્યુઆરી 2017 (16:54 IST)

રઈસ મારા પિતાની સ્ટોરી, પ્રોડ્યૂસર આપે 101 કરોડ રૂપિયા : ડૉનના દીકરાની માંગણી

શાહરૂખ ખાનની ફિલ્મ રઈસ બુધવારે રિલીજ થઈ ગઈ.  સાંભળવા મળી રહ્યુ છે કે  આ ફિલ્મ 1990ના દશકમાં અમદાવાદના ડોન રહી ચુકેલ અબ્દુલ લતીફની જીવની પર બનેલી  છે. લતીફના દીકરા મુશ્તાકે પણ આ દાવા કર્યા છે. તેણે હાઈકોર્ટમાં રીટ પીટીશન નોંધાવીને ફિલ્મ મેકર્સ પર 101 કરોડ રૂપિયાનો દાવા કર્યા 
છે. કહેવાઈ રહ્યુ છે કે લતીફ એક સમયે દાઉદ ઈબ્રાહિમ માટે પણ કામ કરી ચૂક્યો હતો. બીજી તરફ મધ્યપ્રદેશ અને છત્તીસગઢના કેટલાક શહેરોમાં રઈસના વિરોધમાં પ્રદર્શન થયુ છે.

લતીફના ડરથી ભાગી ગયો હતો દાઉદ.... 
- કહેવાય છે કે લતીફ દાઉદ ઈબ્રાહિમ માટે પણ કામ કરતો હતો. તેમના વચ્ચે એક વાર ગેંગવાર પણ થયું હતું. જેમાં દાઉદને ભાગવું પડ્યું હતું. દાઉદના માટે તેણે તસ્કરી અને લૂટ પણ કરી હતી. 
- મુશ્તાકનું  કહેવું છે કે એ આરએસએસમાં રહી ચૂક્યો  છે. પણ સમયની કમીને કારણે તેને તે છોડી દીધુ. -1993માં થયેલ મુંબઈ બ્લાસ્ટમાં પણ અબ્દુલ લતીફનું નામ સામે આવ્યું હતું. 
- ગુજરાતમાં મશહૂર છે લતીફના કિસ્સા 

- ગુજરાતમાં મશહૂર છે લતીફના કિસ્સા 
- 1. દાઉદ સાથેદોસ્તી અને દુશ્મની 
-લતીફે  દાઉદને કહ્યુ હતુ કે  હવે તેના માટે કામ નહી કરે. ત્યારબાદ બન્નેમાં દુશ્મની થઈ ગઈ. 
- આમ તો પછી દાઉદ અને લતીફની વચ્ચે મિત્રતા થઈ ગઈ હતી. 
- 2. એક સાથે 5  સ્થાન પરથી જીતી ચૂંટણી 
1985માં લતીફ જેલમાં હતો. ત્યારે મ્યુનિસિપલ કોર્પોરેશનના ચૂંટણી થઈ. તેમાં લતીફ પણ ઉભો રહ્યો. 
- ચૂંટણીના પરિણામ આવ્યા તો બધા ચોકાય ગયા. તેમાં લતીફ 5 સ્થાનેથી પાર્ષદ ચૂંટાયો હતો.  


3. દારૂ દ્વારા શરૂ કરી અંડરવર્લ્ડની યાત્રા 
- અમદાવાદના દરિયાપુરમાં રહેતા લતીફે દારૂની  તસ્કરીથી અપરાધની દુનિયામાં પગ મુક્યો. 
- પછી અંગ્રેજી શરાબ વેચવી શરૂ કરી. શહેરના ક્રિમિનલસને મજબૂર કર્યા કે એ તેમની પાસેથી જ શરાબ ખરીદે. 
4. બીજા ગેંગસમાં ફૂટ નાખીને કરતો હતો રાજ 
કહેવાય છે કે લતીફ મોટો ક્રિમિનલ હતો. પણ એ ક્યારે કોઈ ગેંગવારમાં સીધા સામે ન આવ્યો. 
- માત્ર બીજા ગેંગ્સની વચ્ચે ફૂટ નાખી પોતાનો સિક્કો જમાવતો હતો.  

5. 1997માં સરદાર નગર પાસે થયું એનકાઉંટર 
- અબ્દુલ લતીફની ધરપકડ 1995માં દિલ્લીમાં થઈ હતી. તે સમયે તેની સામે 40થી વધારે કેસ નોંધાયેલા  હતા. 
- પોલીસની થ્યોરી મુજ્બ 1997 માં પોલીસ હિરાસતમાં ભાગલઈ લતીફ સરદારનગર પાસે બૂત બંગલામાં છુપાયું હતું. 
6. આરએસએસમાં હતો મુશ્તાક 
- મુશ્તાક મુજબ તેમના મિત્ર એક સમયે આરએસએસ જવાઈન કરી હતી. અને તે પણ તેમનાથી ઈંસ્પાયર થઈ આરએસએસમાં શામેળ થઈ ગયા હતા. 
- મુશ્તાકનો કહેવું છે કે પછી તેમની પાસે સમયની કમી થઈ ગઈ અને તેમને સંઘ મૂકી દીધા .