બુધવાર, 24 એપ્રિલ 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: નવી દિલ્હી. , મંગળવાર, 21 એપ્રિલ 2015 (18:12 IST)

આ પાકિસ્તાની અભિનેત્રીએ કપિલને કિસ કરવાની ના પાડી

પાકિસ્તાની એક્ટ્રેસ સાદિયા ખાને ફિલ્મ ડોનનો વાઈ 2 : લાઈફ ઈઝ એ મુમેંટ' માં અભિનેતા કપિલ શર્માને કિસ કરવાની ના પાડી દીધી છે. ઉલ્લેખનીય છે કે આ કોમેડી નાઈટ્સ વિથ કપિલ વાળા કપિલ શર્મા નથી.  
 
સાદિયાના આ નિર્ણયથી ફિલ્મના ડાયરેક્ટર સંજય શર્મા હેરાન છે. સંજય શર્માએ કહ્યુ કે જ્યારે એશ્વર્યા રાય, કરીના કપૂર. શ્રીદેવી અને માધુરી દિક્ષિત જેવી અભિનેત્રીઓ આ પ્રકારના સીન કરે છે તો સાદિયાને શુ વાંધો છે. 
 
સંજયના મુજબ આ ફિલ્મનો ખૂબ મહત્વપુર્ણ સીન છે. ડાયરેક્ટરે સાદિયાના આ નિર્ણયને બિનવ્યવસાયિક કહ્યુ છે. 
 
સૂત્રો મુજબ સાદિયાએ ફિલ્મની યૂનિટને પોતાના આ નિર્ણયની સ્પષ્ટતા આપી છે. સાદિયાએ કહ્યુ, "ભારત જેવા દેશમાં જો અભિનેત્રીઓ આ રીતના સીન કરે છે તો તે બધા માટે સ્વભાવિક છે પણ પાકિસ્તાન જેવા રૂઢિવાદી મુસ્લિમ દેશમાં આ સાર્વજનિક રૂપે કબુલ નથી કરી શકાતુ." 
 
આ સાતેહ જ સાદિયાએ કહ્યુ, "જો એકવાર આ ઈંટરનેટ પર વાયરલ થઈ ગયુ તો તેને મટાડવુ અશક્ય થઈ જશે." 
 
સૂત્રો મુજબ આ સમાચાર પાછળની હકીકત કંઈક બીજી જ છે. સૂત્રો મુજબ પાકિસ્તાનમાં સાદિયાના બોયફ્રેંડે આ સીનને કરવાની મંજુરી આપી નથી.