તૂટી ગઈ દોસ્તી ! સલમાનના મોઢેથી 'FAKE' સાંભળી રડી પડ્યા આમિર ખાન

salman aamir
નવી દિલ્હી.| Last Modified મંગળવાર, 6 ઑક્ટોબર 2015 (12:47 IST)
આવુ તો આપણે પણ વિચાર્યુ નહી હોય કે બોલીવુડ ઈંડસ્ટ્રીના બે મિત્ર ખાન અને આમિર ખાનની મૈત્રીમાં દરાર આવી જશે. જી હા આ અમે નથી કહી રહ્યા પણ એક રિપોર્ટ કહી રહી છે. જેના મુજબ સલમાન અને આમિર વચ્ચે બધુ વ્યવસ્થિત નથી ચાલી રહ્યુ.

ઉલ્લેખનીય છે કે સલમાનની અગાઉની ફિલ્મ બજરંગી ભાઈજાનને જોયા પછી રડી પડ્યા હતા. એટલુ જ નહી આ ફિલ્મનુ પ્રમોશન પણ આમિરે ખૂબ કર્યુ હતુ. પણ સૂત્રોનુ માનીએ તો સલમાનની ફિલ્મ અને આમિરની ફિલ્મ દંગલને કારણે બંને વચ્ચે દરાર આવી ગઈ છે. આ બંને ફિલ્મોની સ્ટોરી લગભગ એક જેવી જ છે.
આમિર ખાને એવુ કંઈક કહ્યુ કે સલમાનને ખોટુ લાગી ગયુ. ઉલ્લેખનીય છે કે બાંદ્રા સ્થિત પોતાના ઘરમાં પાર્ટી રાખી હતી. જેમા બોલીવુડના અનેક કલાકારો હાજર હતા. આમિરે બજરંગી ભાઈજાનને લઈને સલમાનના ખૂબ વખાણ કર્યા.
પણ પછી આમિરે સલમાનની ફિલ્મોની ચ્વોઈસને લઈને કંઈક કમેંટ કરી દીધી.

સૂત્રોનુ માનીએ તો આમિરે કહ્યુ કે, 'સલમાનના ખાતામાં અનેક સુપરહિટ ફિલ્મ આવી પણ આ પહેલા તેમની ફિલ્મોમાં આવી પરિપક્વતા ન જોવા મળી. તેમણે આગળ કહ્યુ, "સલમાન સ્ક્રિપ્ટ અને સ્ટોરીની ચિંતા નથી કરતા પણ વસ્તુને સહેલાથી લઈ લે છે." બીજી બાજુ સલમાને આમિરના આ કમેંટને ઈઝીલી લીધુ નથી.

સલમન ખાન તેમના આ કમેંટથી ખુબ નારાજ થયા. તેમણે આમિર પર આંગળી ચિંધતા કહ્યુ કે 'ભલે તેઓ આમિરની જેમ ખૂબ મહેનત ન કરતા હોય પણ કમસે કમ પોતાના ડાયરેક્ટર અને રાઈટર્સને ક્રેડિત તો આપે છે. સૂત્રોના મુજબ ત્યાથી નીકળતી વખતે સલમાને આમિરને 'ફેક' (બનાવટી) કહ્યા. જેનાથી આમિરની આંખોમાંથી આંસુ નીકળી ગયા અને ત્યા હાજર દરેક દંગ રહી ગયા.


ઉલ્લેખનીય છે કે સલમાન ખાન અને આમિર બંને હાલ તેમની આવનારી ફિલ્મોને લઈને ચર્ચામાં છે. બંને આ ફિલ્મમાં એક રેસલરની ભૂમિકામાં જોવા મળવાના છે. બીજી બાજુ દિવાળીમાં સલમાનની ફિલ્મ પ્રેમ રતન ધન પાયો પણ રજુ થવાની છે. જેના પ્રમોશનમાં આજકાલ સલમાન અને સોનમ કપૂર બીઝી છે.

તો બીજી બાજુ આમિર ખાન પોતાની ફિલ્મ દંગલના શૂટિંગમાં વ્યસ્ત છે. નિતેશ તિવારી દ્વારા નિર્દેશિત ફિલ્મ દંગલમાં આમિર ખાન પ્રસિદ્ધ પહેલવાન મહાવીર સિંહ ફૌગાટની ભૂમિકામાં છે. ફિલ્મમાં સાક્ષી તંવર, રાજકુમાર રાવ અને ગૌતમ ગુલાંટી મુખ્ય ભૂમિકામાં છે.


આ પણ વાંચો :