શુક્રવાર, 29 માર્ચ 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: મંગળવાર, 21 જુલાઈ 2015 (14:53 IST)

જ્યા સુધી મોદી જવાબ નહી આપે ત્યા સુધી ટ્વીટ કરતો રહીશ - સલમાન ખાન

સલમાન ખાનની ફિલ્મ બજરંગી ભાઈજાને સલમાનની અત્યાર સુધીની બધી ફિલ્મોના પ્રથમ દિવસની કમાણીનો રેકોર્ડ તોડી નાખ્યો છે. અને ત્રણ દિવસ પછી લગભગ 64 કરોડ કમાવી ચુકેલ આ ફિલ્મ જોરદાર કમાણી કરી રહી છે.  આ ફિલ્મ અને ફિલ્મ સાથે જોડાયેલ સલમાનની આશાઓ પર સલમાને સાર્વજનિક વાત કરી. 
 
પ્રધાનમંત્રી જુએ આ ફિલ્મ 
 
થોડા દિવસો પહેલા જ સલમાને નરેન્દ્ર મોદી અને પાકિસ્તાની પ્રધાનમંત્રી નવાજ શરીફને ટ્વીટ કરી કહ્યુ હતુ કે તેઓ તેમની ફિલ્મ જુએ. પણ અત્યાર સુધી સલમાનને આ ટ્વીટનો કોઈ જવાબ મળ્યો નથી.  જવાબ ન આવતા સલમાન નિરાશ નથી. તેઓ કહે છે કે હુ ઈચ્છુ છુ કે બંને દેશના પ્રધાનમંત્રી આ જુએ અને ત્યા સુધી ટ્વીટ કરતો રહીશ જ્યા સુધી તેઓ આ ફિલ્મ જોઈ નથી લેતા. 
 
પ્રથમ સારી ફિલ્મ 
 
સલમાન ફિલ્મને મળી રહેલ પ્રશંસાથી ઉત્સાહિત છે અને માને છેકે આ પ્રશંસાની તેમને જરૂર હતી.  તેઓ કહે છે કે હુ એ વાતથી રોમાંચિત છુ કે ફિલ્મ સમીક્ષકોને પણ ગમી. ફિલ્મને દર્શક પસંદ કરે પણ સમીક્ષક નહી એવુ હુ ક્યારેય ઈચ્છતો નથી. 
કેટલાક દર્શકોનુ એ પણ કહેવુ છે કે આ સલમાનની ખૂબ લાંબા સમય પછી આવેલ સંવેદનશીલ ફિલ્મ છે. 
 
તેઓ કહે છે કે  "આ એક જુદી ફિલ્મ છે. જ્યા સુધી મારો પ્રશ્ન છે તો હુ સાત કે આઠ વર્ષમાં એક ઈમોશનલ ફિલ્મ તો કરુ જ છુ." 
 
ટૈક્સ ફ્રી 
 
આ ફિલ્મને ટેક્સ ફ્રી કરવાની વાતને લઈને સલમાન હજુ સ્પષ્ટ નથી. સલમાને કહ્યુ કે જો ટેક્સ દેશના વિકાસ માટે લેવાય તો ટેક્સ લેતા રહો અને જો નહી તો આવુ કરી શકાય છે. 
 
બીજી બાજુ ફિલ્મથી અલગ સોશિયલ મીડિયા પર તેમના ગુસ્સાને લઈને સલમાને કહ્યુ કે તેઓ પોતાની વાત પર કાયમ છે. મને પસંદ નથી કે લોકો બીજા હીરોની મારી સામે નીંદા કરે એ પણ મારા મિત્ર છે. 
 
સલમાન હાલ પોતાના પ્રોડ્ક્શન બેનર હેઠળ આવનારી ફિલ્મ હીરો પર ધ્યાન લગાવી રહ્યા છે.