કેરળની અભિનેત્રી સાવિત્રી શ્રીધરનનું 78 વર્ષની વયે અવસાન
savithri sreedharan
મલયાલમ ફિલ્મો અને રંગભૂમિની જાણીતી અને પ્રિય વ્યક્તિ સાવિત્રી શ્રીધરનનું 78 વર્ષની વયે લાંબી બીમારી બાદ અવસાન થયું છે.
"સુદાની ફ્રોમ નાઇજીરીયા" માં જમીલાના ભાવનાત્મક પાત્ર માટે તેમને સૌથી વધુ યાદ કરવામાં આવે છે, જેના માટે તેમને રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરે ઘણા મોટા પુરસ્કારો મળ્યા હતા.
ALSO READ: ફેમસ અભિનેત્રી રાની મુખર્જીની મમ્મીનું નિધન
શ્રીધરનનુ કરિયર
શ્રીધરનનુ કરિયર "વાયરલ" અને "પાડા" જેવી ફિલ્મોથી લઈને થિયેટરમાં મુખ્ય ભૂમિકાઓ સુધી ફેલાયેલુ હતી. તેણે કલાપ્રેમી નાટકોથી પોતાની કરિયરની શરૂઆત કરી હતી અને કલિંગ થિયેટર સાથેના તેમના જોડાણ દ્વારા તે પ્રખ્યાત થઈ હતી.
"અનિયારા" નાટકમાં તેમના ઉત્કૃષ્ટ કાર્ય માટે, તેણીને કેરળમ સંગીત નાટક એકેડેમીનો શ્રેષ્ઠ અભિનેત્રી પુરસ્કાર અને રાજ્ય સરકારનો શ્રેષ્ઠ થિયેટર અભિનેત્રી પુરસ્કાર મળ્યો હતો.
ફેંસ આજે ટાઉન હોલ ખાતે બપોરે 3:30 થી 4:30 વાગ્યા સુધી આ પ્રિય કલાકારને અંતિમ શ્રદ્ધાંજલિ આપી શકે છે.