ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Updated : ગુરુવાર, 6 એપ્રિલ 2017 (11:25 IST)

સલમાન ખાન બેનર હેઠળ કામ કરશે કૃતિ સેનન...

દબંગ સ્ટાર સલમાન ખાન અભિનયની સાથે ફિલ્મ નિર્માણ પણ કરે છે. તેની એક ફિલ્મમાં કૃતિ સેનન મુખ્ય ભૂમિકા નિભાવશે.  બજરંગી ભાઇજાન, હીરો અને ટ્યુબલાઇટ સલમાન ખાન ફિલ્મ્સ બેનર તળે બની છે. હવે સલમાનની આ કંપની વધુ ત્રણ ફિલ્મો એક સાથે લાવશે. જો કે આ ત્રણમાંથી એકેયમાં સલમાન અભિનય નહિ કરે. તે યુવા પ્રતિભાઓને આ ફિલ્મો થકી તક આપશે.

આ બેનરની એક ફિલ્મનું નામ 'જુગલબંદી' છે. જેમાં અગાઉ જૈકલીન ફર્નાન્ડીસને મુખ્ય રોલ આપવાની ચર્ચા હતી. પણ હવે પટકથામાં ફેરફાર કરાયો છે અને રોલ માટે કૃતિનો સંપર્ક કરાયો છે. સલમાનની લાંબા સમયથી ક્રિતી સાથે કામ કરવાની ઇચ્છા હતી. હવે સલમાનની બે ફિલ્મમાં કૃતિ જોવા મળશે.