શનિવાર, 20 એપ્રિલ 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: મુંબઈ. , બુધવાર, 14 સપ્ટેમ્બર 2016 (15:36 IST)

રહસ્ય પરથી પડદો ઉચકાયો... જાણો સલમાન-એશ્વર્યાના બ્રેકઅપના કારણો

આજના સમયમાં બોલીવુડ સ્ટાર સલમાન ખાન એ સ્ટાર્સમાંથી એક છે જેમની સાથે બોલીવુડની લગભગ બધી જ અભિનેત્રીઓ કામ કરવા માંગે છે.  જોકે એક્સ ગર્લફ્રેંડ એશ્વર્યા રાય સાથે તેમનુ કામ કરવુ કદાચ જ ક્યારેક પોસિબલ બને. કદાચ આ વાત તો બધા જાણે જ છે કે એશ્વર્યા એક સમયે સલમાનની ગર્લફ્રેંડ હતી. 
 
 
ઉલ્લેખનીય છે કે 1999ની સુપરહિટ ફિલ્મ હમ દિલ દે ચુકે સનમ ની શૂટિંગ દરમિયાન બંને નિકટ આવ્યા હતા. લગભગ બે વર્ષના સંબંધો પછી તેમનુ બ્રેકઅપ થઈ ગયુ  આજે અમે તમને સલમાન-એશ્વર્યાના બ્રેકઅપની કેટલાક નહી સાંભળેલા કારણો બતાવીશુ. 
 
 
સલમાન ખાનનો વ્યવ્હાર - 
 
એશ્વર્યા રાયે ખુદ દાવો કર્યો હતો કે તેમના અને સલમાનના બ્રેકઅપનુ સૌથી મોટુ કારણ તેમના વાયલેંટ બિહૈવિયર અને ફિઝિકલ અબ્યૂઝ હતુ. 
 
સલમાનનુ ઑબ્સેસિવ બિહેવિયર - સલમાનનુ ઓબ્સેસિવ બિહેવિયર પણ બંનેના બ્રેકઅપનુ મોટુ કારણ બન્યુ.  ઉલ્લેખનીય છે કે સલમાન અનેકવાર અડધી રાત્રે જ એશ્વર્યાના ઘરે પહોંચીને તેમનો દરવાજો ખખડાવતો હતો. 
 
એશ્વર્યા પાસે જોઈતુ હતુ કમિટમેંટ - સલમાન ખાન ઈચ્છતા હતા કે એશ્વર્યા તેમની સાથે કમિટમેંટ કરે. જ્યારે કે એશ્વર્યા સલમાનની આ વાત પર બિલકુલ સહમત નથી. 
 
ફિલ્મના સેટ પર જ કર્યો હંગામો - એશ્વર્યાથી નારાજ સલમાને તેમની ફિલ્મ કુછ ના કહો સેટ પર જ ધમાલ મચાવી દીધી હતી. આ ફિલ્મના હીરો અભિષેક બચ્ચન હતા. 
 
એશ્વર્યાના પેરેંટ્સ સાથે કર્યો ખરાબ વ્યવ્હાર 
 
સલમાનની પાસ્ટ રિલેશનશિપ અને તેમની પુત્રી સાથે સલમાનના સંબંધોને નામંજૂર કરવા છતા એશ્વર્યાના પેરેંટ્સે બંનેને મળવાથી ક્યારેય ન રોક્યા. પણ સલમાન તેમની સાથે સતત ખરાબ વર્તણૂંક કરતા જઈ રહ્યા હતા. 
 
ચૂપચાપ રીતે કરી સોમીઅલીની હેલ્પ 
 
એક એંટરટેનમેંટ મેગેઝીનના મુજબ એક દિવ્સ સોમી અલીએ સલમાન ખાન પાસેથી પોતાના પિતાના ઓપરેશનને લઈને મદદ માંગી તો સલમન એશ્વર્યાને બતાવ્યા વગર જ તેની મદદ માટે અમેરિકા નીકળી ગયા.