શુક્રવાર, 29 માર્ચ 2024
  1. મનોરંજન
  2. »
  3. બોલીવુડ
  4. »
  5. સમાચાર/ગપસપ
Written By વેબ દુનિયા|

અક્ષય કુમાર 'જોકર'ના પ્રમોશનમાં ગેરહાજર કેમ ?

P.R
શિરીષ કુંદર પોતાની આવનારી ફિલ્મ 'જોકર' માટેનો ઉત્સાહ ત્યારે વિરવિખેર થઈ ગયો હતો જ્યારે અક્ષય કુમારે કહ્યુ હતું કે ફિલ્મનો અમુક હિસ્સો રિ-ડબ કરવો પડશે જેથી ફિલ્મ તેની રિલીઝ બાદ કોઈ વિવાદમાં ન સપડાય.

જ્યારે અક્ષય ફિલ્મનો ફાઈનલ કટ જોઈ રહ્યો હતો ત્યારે તેને અહેસાસ થયો કે ફિલ્મ એક કાલ્પનિક ગામ પગલાપુર પર આધારિત છે અને તેમાં અક્ષયનું પાત્ર સરકારી અધિકારીઓને ફરિયાદ કરે છે કે તેના ગામ તરફ નજર કરે. આ ગામ રાજસ્થાન, મધ્યપ્રદેશ અને ઉત્તર પ્રદેશની હદની વચ્ચે આવેલો વિવાદાસ્પદ જમીન પર સ્થિત છે. ખરાબ વાત તો એ છે કે આ ડાયલોગ ફિલ્મમાં બે વાર બોલાય છે.

અક્ષય સારી રીતે જાણે છે કે સમાજના અમુક હિસ્સાના લોકો આ વાત સામે પણ કોઈને કોઈ વાંધો ઉઠાવી શકે છે. આ માટે તેણે શિરીષને કહ્યુ હતું જ્યારે આખી ફિલ્મ કાલ્પનિક વાર્તા પર આધારિત છે તો પછી રાજ્યોના નામ શા માટે સાચા વાપરવા? પહેલા તો શિરીષ આ વાત સાથે સહેતમ નહોતો અને પોતાની મૂળ સ્ક્રિપ્ટ સાથે જ લાગેલો રહેવા માંગતો હતો. પણ અક્ષયે તેને આમિર ખાનની ફિલ્મ 'પિપલી લાઈવ'નું ઉદાહરણ આપ્યું હતું જેમાં તેણે પણ કાલ્પનિક રાજ્યોના નામ જ વાપર્યાં છે. આખરે શિરીષ અને અક્ષય આ 3 રાજ્યોના નામ બદલવા તૈયાર થયા અને તેમણે મધ્ય પ્રદેશને 'મુખ્ય પ્રદેશ', ઉત્તર પ્રદેશને 'ઉત્તમ પ્રદેશ' અને રાજસ્થાનને 'પ્રાજસ્થાન' નામ આપ્યા છે.

એક તરફ જ્યા સોનાક્ષી અને ચિત્રાંગદા ફિલ્મના એલિયન સાથે ફિલ્મને પ્રમોટ કરી રહી છે તો બીજી તરફ અક્ષય એડિટિંગ અને રિ-ડબિંગમાં વ્યસ્ત છે. આખરે તેની કારકીર્દિના આ મુકામે તેં બીજી 'તીસ માર ખાન' સહન ન કરી શકે.