ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. મનોરંજન
  2. »
  3. બોલીવુડ
  4. »
  5. સમાચાર/ગપસપ
Written By વેબ દુનિયા|

અદિતિ રાઓ રણબીરને પસંદ કરે છે તો ડેટ કેમ નહી ?

IFM

'રોકસ્ટાર' ડાયરેક્ટર ઈમ્તિયાઝ અલી સાથે ફરીથી કામ કરતા પહેલા શા માટે અદિતી રાઓ હૈદરી બે વાર વિચારશે? તે રણબિર કપૂરને પસંદ કરે છે તો ડેટ કેમ નથી કરતી? આ જ પ્રશ્નોના જવાબ આપી રહી છે અદિતી.

છેલ્લે 'લંડન પેરિસ ન્યૂ યોર્ક' ફિલ્મમાં અલી ઝાફર સાથે જોવા મળેલી અદિતીએ આ પહેલા 'દિલ્હી 6', 'યે સાલી જિંદગી' અને 'રોકસ્ટાર' જેવી ફિલ્મોમાં માત્ર સપોર્ટિંગ એક્ટ્રેસના રોલ કર્યા હતાં. અલબત્ત, તેના અભિનયને ઘણી દાદ આપવામાં આવી હતી. 'રોકસ્ટાર'માં તેની ભૂમિકા ધાર્યા કરતા ઘણી નાની બતાડવામાં આવી હતી.

'રોકસ્ટાર'માં પોતાના રોલ વિશે વાત કરતા અદિતી કહે છે કે, "હું ઈમ્તિયાઝનો આદર કરુ છું. પણ રોકસ્ટારને અમુક ચોક્કસ રીતે યોજવામાં આવી હતી. જ્યારે ઈમ્તિયાઝે મને સ્ક્રિપ્ટ સંભળાવી હતી ત્યારે મારો રોલ ઘણો મોટો અને જેવો સ્ક્રિન પર દેખાયો હતો તેના કરતા ઘણો અલગ હતો. માટે જો તેઓ હવે ફરીથી મારી સાથે કામ કરવા માંગશે તો મારે સ્ક્રિપ્ટ વધારે ધ્યાનથી વાંચવી પડશે. મારે કોઈ પણ ફિલ્મ કરતા પહેલા મારા ડાયરેક્ટર પર ભરોસો કરવો પડશે.

રણબિરને બહુ જ પસંદ કરવા વિશે અદિતી નિખાલસતાથી જણાવે છે કે, "રણબિર બહુ જ અદ્દભુત કલાકાર છે અને તે કોઈ પણ પાત્રને બહુ જ સુંદર રીતે ભજવે છે. હું એમ ન કહી શકું કે હું તેની મિત્ર છું પણ તે બહુ જ ચાર્મિંગ છે અને જ્યારે પણ મળે છે ત્યારે બહુ જ ઉષ્માભરી રીતે આવકારે છે. હું તેને ડેટ ન કરી શકું કારણ કે પહેલાથી જ એટલી બધી યુવતીઓ તેને ડેટ કરવા માંગે છે. મારે તેને વધારે મૂંઝવણમાં નથી નાંખવો."