શુક્રવાર, 29 માર્ચ 2024
  1. મનોરંજન
  2. »
  3. બોલીવુડ
  4. »
  5. સમાચાર/ગપસપ
Written By વેબ દુનિયા|

અનારકલી ડિસ્કો ચલીમાં જુઓ મલાઈકાની હોટ અદા (વીડિયો)

P.R
'હાઉસફૂલ 2'માં મલાઈકા અરોરાએ કરેલા આઈટમ સોન્ગ 'અનારકલી ડિસ્કો ચલી'નુ ટિઝર થોડા દિવસ પહેલા જ બહાર આવ્યુ હતું પણ આ આઈટમ સોન્ગની રાહ તો ઘણા સમયથી જોવાઈ રહી છે. 'મુન્ની બદનામ' હુઈ પછી મલાઈકા પહેલી વાર કોઈ આઈટમ સોન્ગમાં જોવા મળી રહી છે. આ ગીતમાં મલાઈકાએ પોતાની સંમોહક અદાઓ દેખાડી છે. પણ શું આ આઈટમ સોન્ગ 'મુન્ની બદનામ હુઈ' જેટલો જાદુ જગાડી શકશે.

'અનારકલી ડિસ્કો ચલી'ના ફૂલ વીડિયોમાં મલાઈકા ચાર અલગ અલગ લૂકમાં જોવા મળે છે. અનારકલીના નામ પર સોન્ગ બન્યુ હોવાને કારણે સૌથી પહેલા તે ટ્રેડિશનલ લૂકમાં જોવા મળે છે પણ પાછળથી તે ઘણા શોર્ટ અને ગ્લેમરસ ડ્રેસિસમાં જોવા મળે છે.

ફરહા ખાને કોરિયોગ્રાફ કરેલા આ ગીતમાં એક હીટ આઈટમ સોન્ગના બધા જ તત્વો હાજર છે- મલાઈકાની સેક્સી અદાઓ, સારુ સંગીત, ડિસ્કોથેક ફિલ, ચાર રમૂજી કેરેક્ટર (અક્ષય કુમાર, રિતેશ દેશમુખ, જ્હોન અબ્રાહમ અને શ્રેયસ તલપડે) અને બે કૂલ પાપા (મિથુન ચક્રવર્તી અને બોમન ઈરાની).

2010માં જ્યારે 'મુન્ની બદનામ હુઈ' આવ્યુ હતું ત્યારે કેટરિનાનાં આઈટમ સોન્ગ 'શિલા કી જવાની'એ તેને તગડી ટક્કર આપી હતી. આ વખતે પણ 'હાઉસફૂલ 2'માં મલાઈકા આઈટમ સોન્ગ કરી રહી છે ત્યારે કેટરિના 'અગ્નિપથ'માં પહેલાથી જ 'ચિકની ચમેલી' કરી ચૂકી છે અને સુપરહિટ સાબિત થઈ ચૂક્યું છે. તમને શું લાગે છે, અનારકલી આપી શકશે ચિકની ચમેલીને ટક્કર?