ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. મનોરંજન
  2. »
  3. બોલીવુડ
  4. »
  5. સમાચાર/ગપસપ
Written By વેબ દુનિયા|

અમારી જોડી હોટ લાગશે - કરીના

IFM
સેફ અલી ખાન પ્રોડક્શનની ફિલ્મ 'એજંટ વિનોદ'નો કરીના પણ એક ભાગ બની ગઈ છે અને કહેવામાં આવી રહ્યુ છે કે તેમના રોલને વધુ સારો બનાવવાની તૈયારી ચાલી રહી છે કારણ કે શરૂઆતમાં સેફ કરતા તેમનો રોલ ઓછો મહત્વનો હતો.

ફિલ્મ સાથે જોડાયેલા એક સૂત્રના જણાવ્યા મુજબ કરીના તો એવુ વિચારી રહી હતી કે તેઓ ફિલ્મ કરે કે નહી કારણ કે ફિલ્મના નામ પરથી જ સમજી શકાય છે કે કોણો રોલ દમદાર છે. પરંતુ સેફ અલીએ કરીનાને વિશ્વાસ અપાવ્યો કે તેમની ભૂમિકા બરાબરીની હશે. ત્યારબાદ ફિલ્મના નિર્દેશક શ્રીરામે પણ તેમને આ જ વાત કરી, ત્યારે કરીના માની.

જ્યારે કરીનાને આ વિશે પૂછવામાં આવ્યુ તો તેમને હસીને કહ્યુ 'શુ હુ કદી એવી ફિલ્મમાં કામ કરી શકુ છુ જેમાં મારી ભૂમિકા મહત્વહીન હોય. આ ફિલ્મમાં તો અમારી જોડી હોટ જોવા મળશે. પોસ્ટર્સ પણ એવા ડિઝાઈન કરવામાં આવી રહ્યા છે કે સેફ અને હું કૂલેસ્ટ હોટ પેયર લાગીએ.