ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. મનોરંજન
  2. »
  3. બોલીવુડ
  4. »
  5. સમાચાર/ગપસપ
Written By નઇ દુનિયા|

અમિતાભને ઓળખી નહી શકો

N.D
ફિલ્મ 'પા'માં અમિતાભ બચ્ચને 12 વર્ષના બાળક ઓરુનુ પાત્ર ભજવ્યુ છે. અમિતાભે પોતાની જીંદગીમાં પહેલા કદી પણ નાના બાળકનુ પાત્ર ભજવ્યુ નહોતુ. આ કારણે ફિલ્મના ટાઈટલમાં પણ અમિતાભનુ નામ થોડુ જુદી રીતે અપાયુ છે. ફિલ્મના નિર્દેશક બાલ્કીએ જણાવ્યુ કે સેટ્સ પર અમિતાભ બિલકુલ બાળક જેવો જ વ્યવ્હાર કરતા હતા.

IFM
કેમેરા ચાલુ છે કે નહી તેનાથી અમિતાભને કોઈ મતલબ નહોતો રહેતો. તેઓ નાના બાળકોની જેમ જ સેટ્સ પર ચોકલેટ પણ ખાતા હતા અને પોતાના પાત્રમાં એટલા ખોવાઈ જતા હતા કે ઘણીવાર તેમના હાથમાંથી ચોકલેટ ખેંચી લેવી પડતી હતી. આ ફિલ્મમાં અમિતાભ ઉપરાંત અભિષેક અને વિદ્યા બાલને પણ કામ કર્યુ છે. બાલ્કીના મુજબ અમિતાભનો મેકઅપ એટલો સારો છે કે સામાન્ય રૂપે કોઈ પણ ઓળખી નહી શકે કે તેઓ અમિતાભ છે. અમિતાભે આ પાત્રને ભજવવા માટે ખૂબ જ મહેનત કરી છે અને આ મહેનત ફિલ્મના શૂટિગ દરમિયાન જોવા મળી.