ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. મનોરંજન
  2. »
  3. બોલીવુડ
  4. »
  5. સમાચાર/ગપસપ
Written By વેબ દુનિયા|

આજે શાહરૂખ ખાનની સર્જરી થશે

IFM
'બિલ્લુ'ના પ્રમોશન માટે શાહરૂખે પોતાના ખભાની સર્જરી થોડા દિવસો માટે પાછી ટાળી હતી. હવે ફિલ્મ રજૂ થઈ ચૂકી છે, તેથી કિંગ ખાન 16 ફેબ્રુઆરીએ બપોરે મુંબઈની બીચ કેડી હોસ્પિટલમાં સર્જરી કરાવશે.

'દુલ્હા મિલ ગયા'ના શૂટિંગ દરમિયાન શાહરૂખ પડી ગયા હતા અને તેમણે ખભા પર વાગ્યુ હતુ. થોડા દિવસો પહેલા કરણ જૌહરની ફિલ્મ 'માય નેમ ઈઝ ખાન'ના શૂટિંગ દરમિયાન તેમના ખભા પર તેમણે અસહનીય દુ:ખાવો થયો હતો.

ડોક્ટરે તેમણે કહ્યુ કે જો તેઓ ઉછળ-કૂદ કે સ્ટંટ દ્રશ્યો ન કરે તો સર્જરીથી બચી શકે છે, પરંતુ કિંગ ખાન એ માટે તૈયાર ન થયા અને તેમણે સર્જરી કરાવવાનો નિર્ણય લીધો.

આ સર્જરી પછી તેમણે ઓછામાં ઓછા એક મહિના સુધી આરામ કરવો પડશે અને તેનો પ્રભાવ 'માય નેમ ઈઝ કિંગ ખાન' ના શૂટિંગ પર પડશે, પરંતુ શાહરૂખના મિત્ર અને આ ફિલ્મના નિર્માતા કરણનુ કહેવુ છે કે તેમણે ફિલ્મને બદલે શાહરૂખની વધુ ચિંતા છે.

શાહરૂખે મુંબઈમાં સર્જરી કરાવવાનો નિર્ણય કર્યો કારણ કે બેક સર્જરી લંડનમાં કરાવી હતી અને તેમની આ વાત માટે ઘણી આલોચના થઈ હતી કે તેમને ભારતીય ડોક્ટર્સ પર વિશ્વાસ નથી.