શનિવાર, 20 એપ્રિલ 2024
  1. મનોરંજન
  2. »
  3. બોલીવુડ
  4. »
  5. સમાચાર/ગપસપ
Written By વેબ દુનિયા|

આમિર ખાન ધૂમ 3માં કપડાં ઉતારશે !!

P.R

આમિર ખાન હંમેશા કંઈક નવું કરીને દર્શકોને સરપ્રાઈઝ આપે છે. 'ધૂમ 3'માં પણ તે પોતાના દર્શકો માટે કંઈક નવું કરવાનો છે. આમિર ખાન પોતાના બોડી પર ખાસ ધ્યાન આપી રહ્યો છે અને સખત વર્ક-આઉટ કરી રહ્યો છે. યશ રાજ ફિલ્મ્સે મિસ્ટર પરફેક્શનિસ્ટ માટે એક ખાસ આંતરરાષ્ટ્રિય ફિટનેસ ટ્રેનર રોક્યો છે. આમિર આ ફિલ્મમાં પોતાની બોડી દેખાડશે.

સૂત્રએ જણાવ્યા અનુસાર, "ધૂમ 3માં એક સિકવન્સમાં આમિર ઉઘાડો થશે અને જેના માટે જ તે લિનિઅર બોડી મેળવી રહ્યો છે (રિતીક, રણબિર અને શાહિદની જેમ) જેથી તે યુવાનો પ્રભાવિત કરી શકે."

સૂત્રએ ઉમેર્યું હતું કે, "આમિર પોતાની છાતી અને ખભા પરની ચરબીને દૂર કરવા માટે પહેલા ચૂસ્ત ડાયેટ કરશે. જેથી તેને યોગ્ય લિનિઅર અને મસ્ક્યુલર લૂક મળી શકે."

'3 ઈડિયટ્સ'માં આપણે પાતળો અને લીન કોલેજ જતો આમિર જોયો તો, 'ગજની'માં એટ પેક્સ એબ્સ વાળો મસ્ક્યુલર આમિર ખાન જોવા મળ્યો હતો. આ ફિલ્મમાં આમિરની સાથે જોવા મળશે કેટરિના કૈફ.