બુધવાર, 24 એપ્રિલ 2024
  1. મનોરંજન
  2. »
  3. બોલીવુડ
  4. »
  5. સમાચાર/ગપસપ
Written By વેબ દુનિયા|

ઋત્વિક-કેટરીનાના રોમાંસથી ભરપૂર છે 'બૈંગ-બૈંગ'

. બોલીવુડના સુપરસ્ટાર ઋત્વિક રોશન અને બાર્બી ગર્લ કેટરીના કેફની ફિલ્મ બૈંગ બેંગનુ પ્રથમ લુક સોશિયલ નેટવર્કિંગ સાઈટ ટ્વિટર પર રજૂ કરવામાં આવ્યુ છે.
P.R

કેટરીના કેફે ઋત્વિક રોશન સાથે 'જીદગી ના મિલેગી દોબારા' પછી બીજીવાર 'બૈંગ-બૈંગ'માં કામ કર્યુ છે.

એવુ માનવામાં આવી રહ્યુ છે કે 'બૈંગ-બૈંગ' હોલીવુડ ફિલ્મ 'નાઈટ એંડ ડે' પર આધારિત છે. નાઈટ એંડ ડેમાં ટોમ ક્રુજ અને કૈમરન ડિયાજએ મુખ્ય રોલ ભજવ્યો હતો. એવુ કહેવાય છે કે બૈંગ બૈંગમાં કેટરીના પર કેટલાક એક્શન દ્રશ્યો પણ ફિલ્માવાયા છે.

અત્રે એ ઉલ્લેખનીય છે કે સિદ્ધાર્થ આનંદના નિર્દેશનમાં બનેલ 'બૈંગ બૈંગ'માં ઋતિવ્ક અને કેટરીના ઉપરાંત ડેની અને જાવેદ જાફરી પણ મુખ્ય રોલ ભજવી રહ્યા છે. આ ફિલ્મ આગામી વર્ષે 1લી મે ના રોજ રજૂ થશે.