ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. મનોરંજન
  2. »
  3. બોલીવુડ
  4. »
  5. સમાચાર/ગપસપ
Written By વેબ દુનિયા|

એકતા કપૂર જીતેન્દ્રના ઘરે ઈન્કમટેક્ષની રેડ

P.R

ટીવી ક્વીન અને ફિલ્મ પ્રોડ્યૂસર એકતા કપૂરના ઘરે અને ઓફિસ પર આવકવેરા અધિકારીના છાપા પડ્યા છે. એકતાના પરિવારમાં જેટલા પણ સભ્યો છે, સૌની ત્યા છાપા પડી રહ્યા છે. તેને આઈટીને મોટી રેટ બતાડવામાં આવી રહી છે. એકતા કપૂર તેના પિતા જીતેન્દ્રના ઘેર અને બાલાજી ટેલીફિલ્મ્સની ઓફિસમાં આવકવેરા વિભાગે છાપો માર્યો છે.

એવુ બતાવાય રહ્યુ છે કે બાલાજી ટેલીફિલ્મ્સ પર છાપાની કાર્યવાહી તેમની આવનારી ફિલ્મોને લઈને થઈ રહી છે. બાલાજીના ઓફિસ પર ટેક્સ ચોરી અને ખાતાઓમાં ગડબડીનો આરોપ છે. છાપાની શરૂઆત સવારે 9 વાગ્યેથી થઈ.

એકતા જૂહૂ નિવાસ, બાલાજી ટેલીફિલ્મ્સના ઓફિસ અને સ્ટુડિયો ઉપરાંત એકતા અને તેમના ભાઈ તુષાર કપૂરના લિંક રોડ સ્થિત પર્સંલ ઓફિસ પર પણ રેડ પડી. ડિપાર્ટમેંટે એકતાના ઓફિસોના લગભગ આઠ ઠેકાણા પર રેડ પાડી. એવુ બતાવાય રહ્યુ છેકે છાપાની કાર્યવાહી લગભગ 100 અધિકારીનો સમાવેશ હતો. હાલ છાપાની કાર્યવાહી ચાલુ છે.

એકતા કપૂરના ગ્રહો લાંબા સમયથી ચમકી રહ્યા છે. તેણે બનાવેલ સીરિયલ તો હિટ જ રહી જ છે, ફિલ્મોમાં પણ તેને જોરદાર સફળતા મળી છે. વર્તમાન દિવસોમા તેણે પ્રોડ્યૂસ કરેલ ફિલ્મ શૂટઆઉટ એટ વડાલાની ચર્ચા છે. આ પહેલા રજૂ થયેલ ડાયન પણ એકતાએ જ પ્રોડ્યૂસ કરી હતી, જે બોક્સ ઓફિસ પર સારી કમાણી કરી રહી છે.