ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. મનોરંજન
  2. »
  3. બોલીવુડ
  4. »
  5. સમાચાર/ગપસપ
Written By વેબ દુનિયા|
Last Updated : ગુરુવાર, 18 ડિસેમ્બર 2008 (11:25 IST)

કમબખ્ત ઈશ્કમાં સિલ્વેસ્ટર સ્ટેલોન

P.R

અક્ષય કુમાર અને કરીના કપુરને લઈને સાજીદ નડિયાદવાલા પોતાની ભવ્ય ફિલ્મ કમબખ્ત ઈશ્ક બનાવી રહ્યાં છે. ફિલ્મની વાર્તા એ રીતની છે કે તેની અંદર કોઈ એક મોટા હોલીવુડના સ્ટારની હાજરી જરૂરી છે.

સાજીદ થોડાક મહિનાઓથી હોલીવુડના અભિનેતાઓને સાઈન કરવામાં લાગેલા હતાં. સિલ્વેસ્ટર સાથે તેમની વાતચીત બે મહિના સુધી ચાલી અને આખરે સફળતા તેમના હાથ લાગી ગઈ. આ ફિલ્મની અંદર અક્ષ્ય કુમાર, સિલ્વેસ્ટરના બોડી ડબલના રૂપમાં જોવા મળશે.

સિલ્વેસ્ટરની હાજરીથી નિશ્ચિતરૂપે ફિલ્મનું આકર્ષણ વધશે કેમકે તેઓ ભારતની અંદર પણ ખુબ જ લોકપ્રિય છે. લોકો તેમની જુનો ફિલ્મો હજુ પણ ખુશીથી જુએ છે. થોડાક મહિનાઓ પહેલાં તેમની રેમ્બો 4 ભારતની અંદર પણ પ્રદર્શિત થઈ હતી.

ફિલ્મનું શુટિંગ હોલીવુડના સ્ટુડીયોમાં પણ કરવમાં આવશે. આનું નિર્દેશન સબીર ખાન કરી રહ્યાં છે. હોલીવુડ અને બોલીવુડના એક્શન સ્ટારની જુગલબંધી જોવાલાયક છે.