શનિવાર, 20 એપ્રિલ 2024
  1. મનોરંજન
  2. »
  3. બોલીવુડ
  4. »
  5. સમાચાર/ગપસપ
Written By વેબ દુનિયા|

કરિના-સેફ લગ્નના બંધનમાં બંધાયા

P.R

બોલીવૂડના હીરો સેફ અલી ખાન અને કરીના કપૂર પાંચ વર્ષના રોમાંસ પછી 16 ઓક્ટોબરના રોજ લગ્નના બંધનમાં બંધાય ગયા.

મંસૂર અલી ખાન પટોડી અને શર્મિલા ટાગોરના 42 વર્ષીય પુત્ર સેફ અલી ખાને બાદ્રા સ્થિત રહેઠાણ પર આજ 32 વર્ષીય કરીનાની સાથે વિવાહ કર્યા અને પોતાના લગ્નને રજિસ્ટર કરાવ્યુ.

લગ્ન રજિસ્ટર કરનાર સુરૈયા રમેશે જણાવ્યુ કે આ રજિસ્ટર લગ્ન છે અને તેમા ત્રણ સાક્ષી હાજર રહ્યા. કરીના કપૂરના પિતા રણબીર કપૂર તેમની માતા બબીતા અને સેફ અલી ખાનની માતા શર્મિલા આ રજિસ્ટર લગ્નના સાક્ષી બન્યા. બોલીવુડસ્ના બંને અભિનેતાઓનો પ્રેમ 2007થી ચાલી રહ્યો છે. તેમણે 16 ઓક્ટોબરના રોજ બપોરે નિકટના મિત્રો અને પરિવારના સભ્યો સામે લગ્ન કર્યા.
P.R

ઉલ્લેખનીય છે કે 2012ની શરૂઆતમાં એજંટ વિનોદની રજૂઆત થયા પછી બંનેયે સત્તાવાર રૂપે લગ્નના સૂત્રમાં બંધાવવાના સંકેત આપ્યા હતા.

રણબીર કપૂર અને બબીતાની મોટી પુત્રી કરિશ્માએ લગ્ન થયા પછી ઘરની બાલકનીમાં ઉભા રહીને મીડિયા અને પ્રશંસકોને લગ્નની શુભેચ્છા પાઠવી. વિવાહ દરમિયાન કરીનાએ લાલ ઓઢણેની સાથે લીલા રંગનો ડ્રેસ પહેર્યો હતો. આ પ્રસંગ પર તેણે ખૂબ ઓછા દાગીના અને લાલ રંગની બંગડીઓ પહેરી હતી. તેના વાળ ખુલ્લા હતા. સેફ પણ પોતાની નવી પત્ની સાથે બાલ્કનીમાં પ્રશંસકોનુ અભિવાદન કરવા આવ્યો હતો.

માનવામાં આવી રહ્યુ છે કે આ લગ્નના ઉપલક્ષ્યમાં 17 ઓક્ટોબરના રોજ મુંબઈની હોટલમાં પાર્ટી આપવામાં આવશે. ત્યારબાદ 18 ઓક્ટોબરના રોજ દિલ્લીમાં પણ એક પાર્ટી થશે. ત્યારબાદ વિવાહ સમારંભ પટૌડીના હરિયાણા સ્થિત પટૌદી પેલેસમાં પણ આયોજીત કરવામાં આવશે.

સેફ અલી ખાનને તેમની પ્રથમ પત્ની અમૃતા સિંગ દ્વારા બે બાળકો છે. એક પુત્ર ઈબ્રાહિમ અને એક પુત્રી સારાં. આ પહેલા કરીનાના સંબંધો શાહિદ કપૂરની સાથે હત.અ

સેફ અલી ખાન અને કરીના કપૂર પહેલીવાર 2008માં 'ટશન'માં એક સાથે જોવા મળ્યા હતા. ત્યારબાદ કુર્બાનમાં બંને સાથે આવ્યા. આ વર્ષે સાત માર્ચના રોજ રજૂ થયેલ ફિલ્મ 'એજંટ વિનોદ'માં પણ બંને સાથે જોવા મળ્યા. આ તેમના પોતાના પ્રોડક્શનની ફિલ્મ હતી. સેફીનાના નામથી પ્રચલિત આ જોડીએ ઘણી જાહેરાતોમાં એકસાથે કામ કર્યુ છે.

ઉલ્લેખનીય છે કે શર્મીલાએ મ6સૂર અલી ખાન પટૌડી સાથે લગ્ન કર્યા બાદ ઈસ્લામ ધર્મ કબૂલ કર્યો હતો. લગ્ન પહેલા કરીના દ્વારા ઈસ્લામ ધર્મ કબૂલ કરવા વિશે પૂછવામાં આવ્યુ હતુ ત્યારે તેણે કહ્યુ હતુ કે આ ખૂબ જ વ્યક્તિગત પ્રશ્ન છે અને હુ તેનો જવાબ નથી આપી શકતી