બુધવાર, 24 એપ્રિલ 2024
  1. મનોરંજન
  2. »
  3. બોલીવુડ
  4. »
  5. સમાચાર/ગપસપ
Written By નઇ દુનિયા|

કરીનાની કિમંતી ભેટ

IFM
વર્તમાન સમયમાં સૌથી મોંધી અભિનેત્રીમાંથી એક કરીના કપૂર માત્ર બંને હાથથી પૈસા જ નથી કમાવી રહી પરંતુ મનમૂકીને તેને ખર્ચી પણ રહી છે. તાજેતરમાં જ સમાચાર મળ્યા છે કે કરીના કપૂરે પોતાને માટે એક જાણીતી કંપનીની કાર બુક કરાવી છે. આ કારની કિમંત 75 લાખ રૂપિયા બતાવવામાં આવી રહી છે. એટલુ જ નહી બેબોએ પોતાની વ્હાલી બહેન એટલે કે કરિશ્મા કપૂરને પણ એ જ કંપનીને એક કાર ગિફટ આપી રહી છે. કરીના પહેલા સોનેરી પડદા પર ધૂમ મચાવી ચૂકેલી કરિશ્મા કપૂર લગ્ન પછી ઘરની અને પોતાની બાળકીની દેખરેખ કરી રહી છે.

એ પણ જાણવા મળ્યુ છે કે તે ટૂંક સમયમાં બીજીવાર માતા બની શકે છે. કરીના પણ આ સમાચારથી ખુશ છે. બની શકે છે કે લોલોને કાર તેણે આ જ ખુશીમાં ભેટ કરવાનુ મન બનાવ્યુ હોય. આમ તો એવુ પણ સાંભળવા મળ્યુ છે કે કરીના તો દુનિયાભરમાં જાણીતી કાર બીએમડબલ્યુ જ ખરીદવા માંગતી હતી પરંતુ પછી તેમણે મર્સિડિઝ લેવાનો નિર્ણય કરી લીધો