ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. મનોરંજન
  2. »
  3. બોલીવુડ
  4. »
  5. સમાચાર/ગપસપ
Written By વેબ દુનિયા|

કુસ્તીબાજ દારાસિંહના નિધન પર ગમગીન બોલિવૂડની ટ્વિટર પર શ્રદ્ધાંજલિ

P.R
કુશ્તીબાજમાંથી એક્ટર બનેલા દારા સિંહનું આજે સવારે અવસાન થયું છે. તેમના પરિવારની સાથે સાથે બોલિવૂડના સ્ટાર્સ પણ આ સમાચારથી વ્યથિત થઈ ગયા છે. જે કલાકારોને તેમની સાથે કામ કરવાનો અવસર મળ્યો છે અને જેમને નથી મળ્યો પણ તેમના ચાહક છે, તે સૌ દારા સિંહના અવસાનથી દુ:ખી છે. અમિતાભ બચ્ચન, શાહરૂખ ખાન અને એટલે સુધી કે ગુજરાતના મુખ્યમંત્રી નરેદ્ર મોદીએ પણ ટ્વિટર પર દારા સિંહના અવસાનને લઈને શોક વ્યક્ત કર્યો છે.

અમિતાભ બચ્ચન: આજે સવારે દારા સિંહજીનું અવસાન થયું છે. એક મહાન ભારતીય અને બહુ જ અદ્દભુત માનવીઓમાંના એક...તેમની સાથે તેમની હાજરીને કારણે ઉજવાયેલો એક આખો યુગ જતો રહ્યો!

શાહરૂખ ખાન: કુસ્તીબાજો પરસેવા, દ્રઢ નિષ્ઠા અને ભાગ્યે જ જોવા મળતી હિંમતથી બને છે...આપણા પોતાના સુપરમેન દારા સિંહજી માટે આ એકદમ યોગ્ય છે. તમને મિસ કરીશ સર.

અભિષેક બચ્ચન: દારાજી હવે નથી રહ્યા. તેમની સાથે ફિલ્મ 'શરારત'માં કામ કરવાનું સદ્દભાગ્ય મળ્યુ હતું. સૌથી વિનમ્ર અને દયાળુ માણસ. ખરેખર તેમની પાસેથી પ્રેરણા મળતી હતી. તેમને મિસ કરીશ. તેઓ હંમેશા પ્રેમાળ રહેતા અને સૌથી બેસ્ટ જપ્પી આપતા હતાં. જ્યારે ડેડી (બિગ બી) 'મર્દ'નું શૂટિંગ કરી રહ્યા હતાં ત્યારે પહેલી વાર તેમને મળ્યો હતો તે હજી પણ યાદ છે. ત્યારે વિશ્વાસ થઈ ગયો હતો કે તેઓ એકમાત્ર વ્યક્તિ હતાં જેમને માત્ર સાત એરોપ્લેન જ ખેંચી શકે.

રાજ કુન્દ્રા: રેસ્ટ ઈન પીસ દારા સિંહજી. તેઓ ઓરીજીનલ એક્શન મેન હતાં. આઈકોનિક, ભારતીય કુસ્તીબાજ અને ફાઈટર્સ માટેના આદર્શ. તેઓ હજી પણ પ્રેરણા આપતા રહેશે.

ફરહા ખાન: સૌથી વિનમ્ર મહાકાય વ્યક્તિ હવે નથી રહ્યા. દારા અંકલ આપણા દેશના સૌથી પહેલા એક્શન હિરો હતાં. રેસ્ટ ઈન પીસ.

કુણાલ કોહલી: વિપુલ ક્ષમતા અને સદ્દગુણના પ્રતિક દારા સિંહજી...અમારા પેહલા સુપરહિરો. દારા સિંહ.

મનોજ બાજપાઈ: શારીરિક તાકતના સિમ્બોલ દારા સિંહજી હવે આપણી વચ્ચે નથી રહ્યા. ભગવાન તેમની આત્માને શાંતી આપે.

સુજીત સરકાર: એક બાળક તરીકે હંમેશા ખબર હતી કે અમને બધા જ શેતાનોથી એક જ વ્યક્તિ બચાવી શકે છે...અને તે હતાં દારા સિંહજી...અમને લાગતું હતું કે તેઓ ક્યારેય હારી જ ન શકે...હવે તેઓ નથી રહ્યા. રેસ્ટ ઈન પીસ.

મહેશ ભટ્ટ: દારા સિંહજીનું અવસાન. આ હૂંફાળું પહેલવાનમાંથી એક્ટર બનેલા દારા સિંહની યાદો મારા મનમાં આવી ગઈ. બાળપણમાં જ્યારે હિરો મરી જતા હતાં ત્યારે દુનિયા વેરાન બની જતી હોય તેવું લાગતું હતું.